ભુશી દુર્ઘટનામાં 1 બાળકીનો મૃતદેહ મળ્યો, અન્ય બાળક હજુ લાપતા
લોનાવાલાના ડેમ પાસે રવિવારે 5 તણાયા હતા
મહિલા અને 2 કિશોરીના મૃતદેહ રવિવારે મળ્યા બાદ સોમવારે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, 4 વર્ષના બાળક માટે શોધખોળ
મુંબઈ : રવિવારે લોનાવલાના ભુશીડેમના બેક વોટરમાં ધોધ નીચે નહાવા પડેલા એક જ પરિવારના પાંચ જણ ભારે વરસાદને લીધે પાણીનું પ્રમાણ વધી જતા ધોધમાં વહી ગયા હતા. આ બનાવ અંગે આજે સવારથી ફરી શરુ કરાયેલાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે એક બાળક માટે આખો દિવસ શોધખોળ ચાલુ રહી હતી.
ગઈકાલે બપોરની ઘટના બાદ એક મહિલા અને બે કિશોરીના મૃતદેહ મળી આવ્યા હતા. સાંજે અંધારુ થઈ જતા ંરેસ્ક્યૂ બંધ કરાયું હતું. આજે ફરીથી રેસ્કયુ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું જેમાં રેસ્કયુ ટીમે નવ વર્ષની મારિયા અંસારીનો મૃતદેહ શોધી કાઢયો હતો. જ્યારે ગુમ થયેલા અન્ય એક બાળક અદનાન અન્સારી (૪)ની શોધખોળ ચાલુ રાખી હતી.
પુણે અને લોનાવલામાં શુક્રવાર તેમજ શનિવારે સારો વરસાદ પડતા રવિવારે મોટી સંખ્યામાં પર્યટકો લોનાવલાના પ્રખ્યાત ભુશી ડેમ વિસ્તારમાં ફરવા ઉમટી પડયા હતા. આ દરમિયાન પુણેથી અંસારી કુટુંબ પણ મીની બસ કરી અહીં ફરવા આવ્યું હતું. આ લોકો ભુશી ડેમના બેક વોટરમાં ધોધમાં વરસાદનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક પાણીનું પ્રમાણ વધ્યું હતું અને અંસારી પરિવારના કુલ નવ જણ ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાના અલગ- અલગ વીડિયો પણ સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થયા હતા. અમુક લોકોએ આ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યા હતા. અંતે પાણીનું પ્રમાણ ખૂબ જ વધી જતા પાંચ જણ ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગયા હતા. ત્યારબાદ રેસ્કયુ ટીમે રવિવારે જ સાહિસ્તા અંસારી (૩૬) અમિના અંસારી (૧૩) અને ઉમેરા અંસારી (૮)નો મૃતદેહ શોધી કાઢયો હતો. ત્યારબાદ અંધારુ થઈ જતા રેસ્કયુ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું.
રમિયાન આજે સોમવારે ફરીથી રેસ્કયુ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું અને નવ વર્ષની મારિયા અંસારીનો મૃત ેહ રેસ્કયુ ટીમે શોધી કાઢયો હતો. મારિયાના મૃત ેહ બા અ નાન અન્સારી (૪)ની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
ભુશી, ખુબાડ તળાવ, ટાટા ડેમ, તુંગાલી ડેમ, રાજમાચી ફોર્ટ, કુનેગાંવ, કુરવંદેમાં જોખમ ન લેશો
મુંબઈ, તા.૧
રવિવારે ભુશી ડેમ વિસ્તારમાં બનેલી દુર્ઘટના બાદ પોલીસે સહેલાણીઓને સાવચેત રહેવાની અપીલ કરી હતી. લોનાવલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જગતાપે જણાવ્યું હતું કે અહીં આવતા પર્યટકોએ અજાણ્યા કે જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. તેમણે લોનાવલા ખંડાલાની આસપાસ આવેલ ભુશીડેમ, ખુબાડતળાવ, ટાટા ડેમ, તુંગાર્લી ડેમ, રાજમાચી ફોર્ટ, કુનેગાવ અને કુરવંદે જેવા લોકપ્રિય સ્થળોએ ભારે વરસાદ દરમિયાન જોખમ ન ખેડવાની સલાહ આપી હતી. તેમણે સલામતીના જોખમો સામે ખાસ કરીને સાવચેતી રાખતા જણાવ્યું હતું કે પર્યટકોએ સ્થાનિક માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. આ સિવાય વ્યક્તિગત અથવા પ્રિયજનોની સલામતી સાથે સુરક્ષિત ચોમાસુ વેકેશન સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે જ પોલીસ કહે તેમ કરી પોલીસ પ્રશાસનને સહકાર આપવો જોઈએ.