Get The App

કલ્યાણમાં કાપડના વેપારી સાથે 1.9 કરોડનું સ્ટોક માર્કેટ ફ્રોડ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કલ્યાણમાં કાપડના વેપારી સાથે 1.9 કરોડનું સ્ટોક માર્કેટ ફ્રોડ 1 - image


રોકાણના નામે પૈસા ચાઉં કરી લેવાયા

શેર ટ્રેડિંગની તાલીમ આપવા વ્હોટ્સએપ ગુ્રપમાં જોડીને રોકાણ માટે લિંક્સ મોકલી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧૯

કલ્યાણના ૩૫ વર્ષીય કાપડના વેપારીએ શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૃા. ૧.૯ કરોડ ગુમાવ્યા  હતા. પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ આદરી છે. વોટસએપ ગુ્રપમાં જોડીને રોકાણ કરાવીને પૈસા ચાઉં કરી ગયા હતા.

વેપારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ખડકપાડા પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ, છેતરપિંડી અને સંબંધિત અન્ય કલમ હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું હતું કે આરોપીએ સંપર્ક કરીને શેર માર્કેટમાં રોકાણ પર ઉચ્ચવળકર આપવાનો દાવો કર્યો હતો. સાયબર ઠગે વેપારીને શેર ટ્રેડિંગની તાલીમઆપવાના બહાને વોટસએપ ગુ્રપમાં સામેલ કર્યા હતા. ત્યારબાદ રોકાણ માટે કેટલીક લિંક્સ ફોરવર્ડ કરી હતી.

આ લિક્સના આધારે ગત મેથી જુલાઇ વચ્ચે વેપારીને રૃા. ૧.૯ કરોડનું રોકાણ કર્યું હતું.ફરિયાદી વેપારીએ રોકાણ પર વળતર માટે આરોપીનો સંપર્ક કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો નહતો. આમ વેપારીને છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.



Google NewsGoogle News