વર્ક વિઝાને નામે ૨૫ નોકરી વાંચ્છુઓ સાથે 1.63 કરોડની છેતરપિંડી
વિઝા અપાવવા લાખો રુપિયા લઈ લીધા
મલાડના રીના અને ગૌરવ શાહ સામે ગુનો દાખલ, ઠગાઈનો આંકડો વધુ હોઈ શકે
મુંબઈ : મલાડ પોલીસે વિદેશમાં વર્ક વિઝા આપવાને બહાને પચ્ચીસ નોકરી વાંચ્છુઓ સાથે રૃ.૧.૬૩ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર રીના અને ગૌરવ શાહ નામના દંપતિ સામે ગુનો નોંધ્યો છે.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ફરિયાદી સારીકા ધર્માધિકારી (૪૫) માલવણી વિસ્તારની રહેવાસી છે અને થોડા મહિના પગેલા એક કોમન ફ્રેન્ડની મદદથી મલાડના શાહ દંપતિના સંપર્કમાં આવી હતી અને તેમને મલાડના કાંચપાડા વિસ્તારમાં આવેલી તેમની ઓફિસમાં મળી હતી.
ફરિયાદી સારીકાને કેનેડા જવાનું હોવાથી તેને વર્ક વિઝાની જરૃર હતી. દંપતીએ તેને સાડા સાત લાખ રૃપિયા ચૂકવીને આ વિઝા અપાવવાની ખાતરી આપી હતી. જો કે ૩ મહિના બાદ પણ વિઝા મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ બાબતે દંપતીનો સતત સંપર્ક કરતા તેઓ વિવિધ બહાના આપી વિઝા ટૂંક સમયાં મળી જશે તેવી ખાતરી આપતાં પરંતુ વિઝા મળ્યા નહોતા.
ફરિયાદી સારીકાએ શાહ દંપતીનો અન્ય ગ્રાહકોની પૂછપરછ કરતાં તેને જાણવા મળ્યું હતું કે તેમણે પણ દંપતિને મોટી રકમ ચૂકવી હતી ુણ તેમના પણ વિઝા મળ્યા નથી. ત્યારબાદ સારીકા અને અન્ય પીડિતોએ પોલીસનો સંપર્ક કરી આ કૌભાંડની જાણ કરી હતી. આ સંદર્ભે મલાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે અમે બન્ને સામે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચલાવી રહ્યા છીએ જો કેહજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ પ્રકરણમાં ખરેખર કેટલા જણની છેતરપિંડી થઈ છે અને છેતરપિંડીની સાચી રકમ જાણવા પોલીસે લોકોના નિવેદન નોંધી રહી છે.