નાંદેડમાં 1.60 લાખ મતદારોએ લોકસભામાં કોંગ્રેસને, વિધાનસભામાં ભાજપને મત આપ્યા
- કોંગ્રેસ નાંદેડ લોકસભા પેટા ચૂંટણી જીતી પણ તમામ છ વિધાનસભા હારી
- બૂથમાં મતદારોએ લોકસભા માટે કોંગ્રેસનું બટન દબાવ્યું તે જ સમયે વિધાનસભા માટે ભાજપનું બટન દબાવ્યું
મુંબઇ : નાંદેડમાં વિધાનસભાની ચૂંટણી સાથે જ યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીનું અત્યંત આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે. લોકસભાની પેટાચૂંટણીમાં નાંદેડના મતદારોએ કોંગ્રેસની તરફેણમાં વોટ આપ્યા હતા.જ્યારે નાંદેડની તમામ છ વિધાનસભા સીટ પર કોંગ્રેસનો પરાજય થયો હતો.
આનો એ અર્થ થયો કે નાંદેડવાસીઓએ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની તરફેણ કરી હતી અને રાજ્ય સ્તરે ભાજપ-શિંદે સેનાને જીત અપાવી હતી. કુલ ૧.૬૦ લાખ મતદારો એવા હતા જેઓ બૂથમાં લોકસભાના ઈવીએમ પર કોંગ્રેસની તરફેણમાં મત આપી રહ્યા હતા તે જ વખતે તેમણે વિધાનસભા બેઠકના ઈવીએમ પર ભાજપની તરફેણમાં મત આપ્યો હતો. નાંદેડ લોકસભાની બેઠક પર કોંગ્રેસને ૫.૮૭ લાખ વોટ મળ્યા હતા. જ્યારે વિધાનસભાની છ બેઠકો પર કુલ ૪.૨૭ લાખ હતા. એટલે એમ કહી શકાય કે છ વિધાનસભા મતદાર સંઘમાં દરેક બેઠક ઉપર સરેરાશ ૨૬૫૦૦ મતદારોએ કોંગ્રેસને મત નહોતો આપ્યો. મજાની વાત એ છે કે લોકસભાનું અને વિધાનસભાનું મતદાન સાથે જ થયું હતું અને એમાં દર ચોથા ઉમેદવારે કોંગ્રેસની વિરુદ્ધ મત આપ્યો હતો.
કોંગ્રેસે વિધાનસભાની છ બેઠકો એકંદર ૧,૮૪,૫૯૭ મતોથી ગુમાવી હતી. લોકસભાની બેઠક કરતાં ૧,૫૯,૩૨૩ મત ઓછા મળ્યા હતા. એટલે કે આ ૧,૫૯, ૩૨૩ મતદારોએ એકસાથે કોંગ્રેસની તરફેણમાં અને કોંગ્રેસની વિરોધમાં મતદાન કર્યું હતું.
નાંદેડની છ વિધાનસભા સીટ ઉપર ભાજપ અને શિંદે સેનાના ઉમેદવારોનો વિજય થયો હતો.નાંદેડ લોકસભા બેઠક પર ગત લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસનો જ વિજય થયો હતો. જોકે, પરિણામના થોડા દિવસો બાદ જ તેમનું નિધન થતાં આ પેટાચૂંટણી આવી પડી હતી. કોંગ્રેસે પેટા ચૂંટણીમાં દિવંગત સાંસદના પુત્રને જ ટિકિટ આપી હતી. લોકસભામાં કોંગ્રેસને ૫૮૬,૭૮૮ મત મળ્યા હતા જ્યારે તમામ છ વિધાનસભામાં કોંગ્રેસને કુલ ૪૨૭૪૬૫ મત મળ્યા હતા.
વિધાનસભા બેઠક |
કોંગ્રેસ |
ભાજપ |
ભોખર |
૮૨૬૩૬ |
૧,૩૩,૧૮૭ |
નાંદેડ (નોર્થ) |
૭૯૬૮૨ |
૮૧૧૮૪ |
નાંદેડ (સાઉથ) |
૫૮૩૧૩ |
૬૦૪૪૫ |
દેગલુર |
૬૪૮૪૨ |
૧૦૭૮૪૧ |
મુખેડ |
૬૦૪૨૯ |
૯૮૨૧૩ |
કુલ |
૪૨૭૪૬૫ |
૬૧૨૦૬૨ |