મલાડના વેપારી સાથે ટૂર ઓપરેટર દ્વારા 1.57 કરોડની છેતરપિંડી
પૈસા ઉધાર લઈ ૨૩ લાખના વ્યાજની લાલચ આપી હતી
ટૂર ઓપરેટર તેજસ શાહ સામે અગાઉ પણ ન્યૂઝીલેન્ડ તથા સાઉથ આફ્રિકા પ્રવાસના નામે છેતરપિંડીની ફરિયાદો
મુંબઈ : મલાડ પોલીસે અહીંના એક ટૂર ઓપરેટર પર એક વેપારી સાથે ૧.૫૭ કરોડ રૃપિયાની છેતકરિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે વેપારીએ પોલીસને જણાવ્યું હતું કેે પોતે આરોપી ટૂર ઓપરેટર તેજસ શાહને ઓળખતો હતો અને તેણે એપ્રિલ ૨૦૨૩માં ૭ લાખ રૃપિયા ચૂકવીને ન્યુઝીલેન્ડ માટેે ૧૩ રાત અને ૧૪ દિવસનું હોલિડે પેકેજ બુક કરાવ્યું હતું. ત્યારબાદ શાહે ફરિયાદીને કહ્યું હતું કે તેને પૈસાની જરૃર છે અને તેને રૃ.૧.૫ કરોડની લોન જોઈએ છે. તેણે વેપારીને વચન આપ્યું હતું કે તે મુદ્લ ઉપર રૃ.૨૩ લાખનું વ્યાજ પણ ચૂકવશે.
આ બાબતે વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાનવ્યું હતું કે તેજ શાહ દ્વારા આપવામાં આવેલા તમામ ચેક બાઉન્સ થઈ ગયા હતા. આ ઉફરાંત ન્યુઝીલેન્ડનો પ્રવાસ પણ સાકર થઈ શક્યો નહોતો. કુલ રૃ.૧.૫૭ કરોડની છેતરપિંડી થયા બાદ વેપારીએ મલાડ પોલીસનો સંપર્ક કરી સોમવારે ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા પણ આ ટૂર ઓપરેટરની કાંદિવલી સ્થિત એક પરિવાર અને તેના પાંચ સબંધીઓ સાથે રૃ.૨૦ લાખની છતેરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ પણ સાઉથ આફ્રિકા માટે ૧૨ દિવસ અને ૧૩ રાતની ટ્રીપ માટે બુકિંગ કરાવ્યું હતું. પણ તેમને ક્યારેય આરોપીએન ફલાઈટની ટિકિટ કે ટૂર બાબતની કોઈ વિગતો આપી ન હતી.
તેજસ શાહ સામે સમતા નગર પોલીસે પણ છેતરપિંડીનો એક અલગ કેસ નોંધ્યો હતો. આ કેસમાં તેના પર એક સરકારી કોન્ટ્રાકટર પાસેથી દક્ષિણ આફ્રિકાની ટ્રીપ બુક કરાવવા માટે રૃ.૪.૭ લાખ વસૂલવાનો આરોપ છે. આ સફર મે મહિના માટે નક્કી કરવામાં આવી હતી અને એપ્રિલ મહિનામાં પૈસા સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ શાહે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને કોન્ટ્રાકટરનેફલાઈટની ટિકિટ કે મુસાફરીની વિગતો પૂરી પાડી નહોતી.
આ ટૂર ઓપરેટરે આ રીતે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટૂર માટે અનેક લોકોને છેતર્યા હોવાનું જાણવા મળ્યું હતું. અંતે એક વેપારીને વ્યાજનું વચન આપી તેની સાથે ૧.૫૭ કરોડની છેતરપિંડી પ્રકરણે મલાડ-સમતાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.