હોસ્પિટલ માટે ફંડના નામે મહિલા તબીબ સાથે 1.54 કરોડની છેંતરપિંડી
2 ડોક્ટરો સહિત 4 સામે ગુનો
હેલ્થકેર કંપનીના ભાગીદારે જ પતિના નામે લોન લેવાનું કહી પૈસા ચાઉં કર્યા
મુંબઈ : ભિવંડીમાં હોસ્પિટલ માટે ભંડોળની વ્યવસ્થા કરવાના બહાને એક મહિલા ડા€ક્ટર સાથે રૃ.૧.૫૪ કરોડની છેતરપિંડી કરવા બદલ પોલીસે બે ડા€ક્ટરો સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
પીડિતા અને આરોપી એક હેલ્થકેર કંપનીમાં ભાગીદાર હતા.
મે ૨૦૨૧માં આરોપીએ મહિલા ડા€ક્ટરને જાણ કરી કે ભિવંડી વિસ્તારની એક હોસ્પિટલનું સંચાલન તેમની કંપની કરી રહી છે.તે ખોટમાં ચાલી રહી છે.
તેમને આ હોસ્પિટલના સંચાલન માટે પીડિતાના પતિના નામે લોન લેવા કહ્યું હતું.
ત્યારબાદ મહિલા ડા€ક્ટરે એક સહકારી બેંકમાંથી તેના પતિના નામે અંદાજે રૃ.૧.૯૪ કરોડની લોન લીધી હતી અને તે રકમ હેલ્થકેર ફર્મના ખાતામાં જમા કરવામાં આવી હતી, એમ ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ પીડિતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું.
જો કે આરોપીઓએ કથિત રીતે તેમાંથી રૃ.૧.૫૪ કરોડની રકમનો ઉપયોગ મહિલા ડા€ક્ટરની જાણ કર્યા વગર પોતાના ફાયદા માટે કર્યો હતો,એવો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બે ડોકટર સહિત ચાર આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬,૪૨૦,૩૪ હેઠળ કેસ નોંધ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.આ કેસની તપાસ ચાલી રહી છે.