ટર્મેક પર ભોજન માટે ઈન્ડિગોને 1.20 કરોડ, મુંબઈ એરપોર્ટને 90 લાખનો દંડ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
ટર્મેક પર ભોજન માટે ઈન્ડિગોને 1.20 કરોડ, મુંબઈ એરપોર્ટને 90 લાખનો દંડ 1 - image


ગોવા  દિલ્હી ફલાઈટના યાત્રીઓને મુંબઈ એરપોર્ટ પર ભોજન અપાયું હતું

બીએએએસ તથા ડીજીસીએની કાર્યવાહીઃ તાલીમબદ્ધ પાયલોટ્સને ડયૂટી નહીં સોંપવા બદલ સ્પાઈસ જેટ-એર ઇન્ડિયાને 30-30 લાખનો દંડ

મુંબઈ :  ગોવાથી દિલ્હી જઈ રહેલી ફલાઈટ ખરાબ હવામાનના કારણે  મુંબઈ ડાઈવર્ટ કરાયા બાદ મુંબઈ એરપોર્ટમાં ટર્મેક પર જ પ્રવાસીઓને ભોજન આપવાના કિસ્સા સંદર્ભે  બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી તથા  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા દંડનીય પગલાં ભરાયાં છે. બીસીએએસ દ્વારા ઈન્ડિગોને રુપિયા ૧.૨૦ કરોડનો દંડ ફટકારાયો છે. જ્યારે મુંબઈ એરપોર્ટને બીસીએએસ દ્વારા ૬૦ લાખ રુપિયા અને ડીજીસીએ દ્વારા ૩૦ લાખનો દંડ ફટકારાયો છે. 

બીસીએએસ દ્વારા ગઈકાલે જ ઈન્ડિગો એરલાઈન્સ તથા મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને શો કોઝ નોટિસ ફટકરાવામાં આવી હતી અને સમગ્ર બનાવ અંગે ૨૪ કલાકમાં જ જવાબ રજૂ કરવા જણાવાયં હતું. 

મુંબઈ એરપોર્ટની ટર્મેક પર જ યાત્રીઓને ભોજન અપાઈ રહ્યું હોવાનો વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગોવાથી દિલ્હી જતી ફલાઈટ આશરે ૧૨ કલાક મોડી પડી હતી અને તે પછી મુંબઈ લાવવામાં આવી હતી. નારાજ યાત્રીઓએ ટર્મિનલ પર જવાનો ઈનકાર કરતાં તેમને ટર્મક પર જ ભોજન અપાયું હતું. 

ગઈકાલે અપાયેલી નોટિસમાં જણાવાયું હતું કે ઈન્ડિગો એરલાઈન્સ તથા મુંબઈ એરપોર્ટ વિમાન મોડું પડવાને કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેનું આકલન કરવામાં અને તે સંદર્ભમાં પગલાં લેવામાં નિષ્ફળ ગયાં હતાં. 

 રમિયાન ડીજીસીએએ એર ઈન્ડિયા તથા સ્પાઈસ જેટને પણ લો વિઝિબિલિટીના સંજોગોમાં પાયલોટ્સને રોસ્ટર પ્રમાણે ડયૂટી આપવા બાબતે નિષ્ફળતા બ લ ૩૦-૩૦ લાખ રુપિયાનો  ંડ ફટકાર્યો છે. 

ડીજીસીએની યાદીમાં જણાવાયું હતું કે ડિસેમ્બર માસમાં ફલાઈટ્સ કેન્સલ, મોડી પડવા કે અન્યત્ર ડાઈવર્ટ કરવાના એરલાઈન્સ દ્વારા અપાયેલા ડેટાનું એનાલિસિસ કરતાં જણાયું છે કે એર ઈન્ડિયા તથા સ્પાઈસ જેટ દ્વારા  લો વિઝિબિલિટી ટેક ઓફ તથા લો વિઝિબિલિટીની સ્થિતિમાં ફલાઈટ સંચાલનને લગતા પ્રસ્થાપિત નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. 

આ મહિનાની શરુઆતમાં જ ડીજીસીએએ એર ઈન્ડિયા તથા સ્પાઈસ જેટને લો વિઝિબિલિટીની સ્થિતિમાં તાલીમ પામેલા પાયલોટસને ફલાઈટસ નહીં સોંપવા બદલ શો કોઝ નોટિસ ફટકારી હતી. એરલાઈન્સ દ્વારા આ નિયમભંગના કારણે મોટાં પ્રમાણમાં ફલાઈટસ કેન્સલ થઈ હતી, વિલંબમાં પડી હતી કે ડાઈવર્ટ કરવી પડી હતી.



Google NewsGoogle News