Get The App

અક્સ્માતમાં મૃત્યુ પામેલા સીઆરપીએફના જવાનના પરિવારને 1.09 કરોડનું વળતર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
અક્સ્માતમાં મૃત્યુ પામેલા સીઆરપીએફના જવાનના પરિવારને 1.09 કરોડનું વળતર 1 - image


વાહન ખોટકાઈ જતાં લક્ઝરી બસની અડફેટમાં મૃત્યુ

ચેક બાઉન્સ થતાં પોલિસી રદ થઈ હોવાની  વીમા કંપનીની દલીલ અમાન્ય કરાઈ

મુંબઈ :  પૂરઝડપે ચાલી રહેલી બસે ૨૦૧૯માં ઉડાવેલા સીઆરપીએફના જવાનના પરિવારને મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ રૃ.૧.૦૯ કરોડનું વળતર અપાવ્યું છે.

પ્રતિવાદી વીમા કંપનીને અરજી કર્યાની તારીખથી ૭.૫ ટકા વાર્ષિક વ્યાજ સાથે રૃ. ૭૩ લાખની રકમ ચૂકવવાનો આદેશ ટ્રિબ્યુનલે આપ્યો હતો.અરજદારમાં મૃતક ધનજીભાઈ સોલંકીની પત્ની અને તેના બે સગીર બાળકોએ અરજી કરી હતી. બસ માલિક અને વીમા કંપની પાસેથી વળતર માગ્યું હતું.

સીઆરપીએફમાં ૩૭ વર્ષીય સોલંકી ડ્રાઈવર હતો અને ૧૮ જૂન ૨૦૧૯ના રોજ સાયન પનવેલ હાઈવે પર તેનું વાહન ખોટકાઈ ગયા બાદ પૂરપાટે જતી લક્ઝરી બસે તેને ટક્કર મારી હતી.

ચેક બાઉન્સ થતાં પોલિસી રદ થઈ હોવાના વીમા કંપનીના દાવા છતાં ટ્રિબ્યુનલે આદેશમાં જણાવ્યું હતું કે વીમા કંપની વળતર આપવા બંધાયેલી છે. વીમા કંપની વાહનમાલિક પાસેથી રકમ વસૂલી શકે છે પણ અરજદારોને વળતર પહેલાં ચૂકવવું પડશે.

રૃ.૧.૦૯ કરોડના કુલ વળતરમાં રૃ. ૭૩ લાખની આવક નુકસાની, રૃ. ૧૫૦૦૦ મિલકત નુકસાની, રૃ.૪૦,૦૦૦ પુત્રવિયોગની ભરપાઈ અને રૃ. ૧૫ હજાર અંતિમક્રિયાના ખર્ચ પેટેની રકમનો સમાવેશ છે.



Google NewsGoogle News