મુંબઈમાં જાહેરમાં કાર ધોનારાને 1 હજાર , પક્ષીને ચણ માટે રુ. 500 દંડ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં જાહેરમાં કાર ધોનારાને 1 હજાર , પક્ષીને ચણ માટે  રુ. 500   દંડ 1 - image


ભારે વગોવણી છતાં ક્લિન અપ માર્શલ્સ ફરી રોડ પર

ફેઝ-2માં ગોખલે અને બર્ફીવાલા બ્રિજ વચ્ચેનું 2 મીટરનું અંતર દૂર ન થતાં પાલિકા વગોવાઈ

મુંબઈ  :  મુંબઈમાં જાહેરમાં કાર વોશ કરનારાએ એક હજાર રુપિયા કે પક્ષીેને રસ્તા પર ચણ નાખનારે ૫૦૦ રુપિયા દંડ ચૂકવવો પડી શકે છે. શહેરમાં ગંદકી અટકાવવા માટે કસૂરવાર નાગરિકો પાસેથી તત્કાળ દંડ વસૂલવા માટે ક્લિન અપ માર્શલ્સની ફોજ ફરી રસ્તાઓ પર ઉતારી દેવામાં આવી છે. 

અગાઉ કોરોના કાળમાં ક્લિન અપ માર્શલ્સ દ્વારા નાગરિકોને ધાકધમકી આપી ખંડણી ઉઘરાવવા કે નિયત કરતાં વધુ પૈસા પડાવી પહોંચ ન આપવા સહિતના કિસ્સા બન્યા હતા. ભારે ટીકાઓને કારણે આ માર્શલ્સ પાછા ખેંચી લેવાયા હતા. પરંતુ, હવે મહાપાલિકાએ ફરી આ  માર્શલ્સને રોડ પર ઉતાર્યા છે. 

બે વર્ષના અંતર બાદ  શરુ થયેલી આ સિસ્ટમ ના પહેલા જ દિવસે ફોર્ટ વિસ્તારમાં ૧૫ નાગરિકો  પાસેથી બે હજાર રુપિયાનો દંડ વસૂલાયો છે.   ફોર્ટના  એ વોર્ડમાં પ્રાયોગિક ધોરણે આ માર્શલ્સને મેદાને ઉતારાયા છે.  

આ વખતે મહાપાલિકાએ ક્લિન અપ માર્શલ્સ દ્વારા દંડ લેવાની પ્રક્રિયાને ડિજિટલ બનાવી છે. દરેક  માર્શલ્સ પાસે બ્લૂ ટૂથ સક્ષમ પ્રિન્ટર રહેશે અને તેઓ સ્થળ પર જ દંડની રસીદ પણ આપશે. દંડની રકમ માર્શલના ખાતાંમાં જમા થશે. અડધી રકમ કોન્ટ્રાક્ટરને તથા અડધી મહાપાલિકાને મળશે. 

ગંદકી માટે દંડ 

-  થૂંકવા- રૃ.૨૦૦

-  સ્નાન- રૃ.૧૦૦

-  પેશાબ કરવા- રૃ.૨૦૦

-  કુદરતી હાજત- રૃ.૧૦૦

-  પશુ/પક્ષીને દાણા/ફીડ- રૃ. ૫૦૦

-  કાર ધોવા-  રૃ.૧૦૦૦

-  કપડાં ધોવા- રૃ.૨૦૦

-  અસ્વચ્છ આંગણમાટે વ્ યક્તિગત રૃ. ૧૦૦૦ 

 અસ્વચ્છ આંગણ સોસાયટી રૃ.૧૦,૦૦૦

-  કચરાનુંવર્ગીકર નથાય તો વ્યક્તિગત ૧૦૦

કચરાનું વર્ગીકરણ ન કરનાર સોસાયટી ૫૦૦

-  બાયો વેસ્ટ વ્યક્તિગત રૃ.૧૦૦/

સંસ્થા, હોસ્પિટલો રૃ.૧૦૦૦ થી ૧૦,૦૦૦ સુધી 


Google NewsGoogle News