Get The App

ખર્ચની રકમ માંગતા યુવાનને પાવડાના હાથાના ઘા ઝીંકી કૌટુંબિક શખ્સ દ્વારા હત્યા

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ખર્ચની રકમ માંગતા યુવાનને પાવડાના હાથાના ઘા ઝીંકી કૌટુંબિક શખ્સ દ્વારા હત્યા 1 - image


વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર

યુવાનને પતાવી દઇ આરોપી ફરાર થઇ જતા શોધખોળ

મોરબી: વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર યુવાને તેના કૌટુંબિક સગા પાસે ખર્ચના પૈસા માંગતા રૂપિયાની લેતીદેતી મામલે ઝગડો અને મારામારી થતા જેમાં આરોપીએ યુવાનને માર મારી પાવડાના ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સનપાર્ક કારખાનામાં રહેતા રાહુલભાઈ પુરનલાલ જોષીએ આરોપી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી (રહે યુપી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સાયલો વિભાગમાં મજુરીકામ કરી રાત્રીના કારખાનામાં સ્પ્રે ડાયર વિભાગમાં કામ કરતા સતીષ સિસોદિયાનો તેમને ફોન આવ્યો હતો કે રાહુલ તૂમ રૂમ આજાઓ સંદીપ ઔર રાનું કા ઝઘડા હો રહા હે જેથી ફરિયાદીએ રીલીવર આવે એટલે આવું કહીને ફોન કાપ્યો હતો બાદમાં રૂમમાં રહેતો રિલીવર સંતોષ રાજપૂત આવી પૂછયું કે શું ઝઘડો થયો છે. જેથી સતીષએ જણાવ્યું હતું કે તે અને રાનું ઉર્ફે પ્રવીણ બંને રૂમે હતા અને રાનું રસોઈ બનાવતો હોય ત્યારે સંદીપ રૂમે આવી રાનું પાસે ખર્ચાના રૂપિયા માંગતો હતો અને રાનુંએ પૈસા નથી તેમ કહેતા સંદીપ જતો રહ્યો હતો.

બાદમાં જમીને તે અહી આવી ગયાનું જણાવ્યું હતું. અને ફરિયાદી રાહુલ રૂમે જોવા ગયા હતા જ્યાં દરવાજા સામે લોબીમાં સંદીપ લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલ જેવો પડયો હતો અને આજુબાજુમાં દીવાલે પણ લોહીના છાંટા ઉડયા હતા આજુબાજુના રૂમ વાળાએ વાત કરી હતી કે રાનું ઉર્ફે પ્રવીણે પાવડાના હાથાથી સંદીપને મોથાના ઉપર ઘણાબધા ઘા મારી મારી નાખેલ છે અને પાવડાનો હાથો લઇ ભાગી ગયો છે

આમ ફરિયાદીના કુટુંબી સંદીપ રાજેશભાઈ અને ગામનો કુટુંબી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષીને ખર્ચના રૂપિયા બાબતે ઝઘડો થતા રાનુંએ રૂપિયા નહિ હોવાથી ના પાડી હતી. જેથી ઝઘડો કરી આરોપી રાનુંએ સંદીપને માર મારી પાવડાનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે  


Google NewsGoogle News