Get The App

મોરબી-હળવદ રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર

Updated: Oct 28th, 2020


Google NewsGoogle News
મોરબી-હળવદ રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર 1 - image

મોરબી, તા. 28 ઓક્ટોબર 2020, બુધવાર

મોરબી-હળવદ રોડ પર ચરડવા ગામ નજીક ટ્રાફિક જામ થઇ ગયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં સવારના સમયે મજૂરો તથા અન્ય લોકો ફેક્ટરી કે કામ-ધંધા માટે જવા નીકળતા હોય છે. ત્યારે વાહનચાલકો ટ્રાફિકમાં અટવાય ગયા હતા.

આશરે 5 કીમી સુધી ટ્રક-કન્ટેનર જેવા મોટા વાહનો અને નાના વાહનોના થપ્પા લાગી ગયેલા જોવા મળયા હતા. આમ, મોરબી-હળવદ રોડ પર વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.


Google NewsGoogle News