Get The App

સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોને જાણ ન કરાઇ

Updated: Oct 22nd, 2021


Google NewsGoogle News
સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોને જાણ ન કરાઇ 1 - image


- હળવદ તાલુકાના રણછોડગઢ ગામના

- પ્રમુખ સહિત સભ્યો કાર્યક્રમથી અળગા રહેતા રાજકારણ ગરમાયું : સેવાસેતુમાં લોકોના પ્રશ્રોનો નિકાલ કરાયો 

હળવદ : હળવદના રણછોડગઢમાં સેવાસેતુનો સાતમો તબક્કામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય સભ્યોને પણ જાણ ન કરતા ક્રાયક્રમથી અળગા રહેતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. 

હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યો આ પ્રશ્ને લઈને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસે રજૂઆત કરવા દોડી ગયા હતા. રજુઆતમાં જણાવ્યું કે હળવદ તાલુકા કક્ષાના  સેવાસેતુ કાર્યકમમા હળવદ  તાલુકા  પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પોતે મનસ્વી વર્તન દાખવી પ્રોગ્રામ અંગેની  પ્રમુખ, સભ્યો સહિતનાઓને જાણ પણ કરી નથી. સરકારના આ પ્રોગ્રામમાં વધુમાં વધુ લોકોને જાણ થાય અને વધુમાં વધુ લોકો  લાભ મળે તે માટે આ સેવા સેતુ યોજવામાં આવે છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ સભ્યો સ્થાનિક આગેવાનો કાર્યકરોને જાણ ન કરતા અનેક જાતના તર્ક વિતર્કો શરૂ થાય છે. 

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સમયસરની મળે તેમજ તેમની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ લાવવા સરકારની ૫૬ જેટલી વિવિધ યોજનાઓનો નાગરિકોને સીધો લાભ આપવામાં આવશે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામના કલસ્ટર બનાવીને આગામી તા. ૫ જાન્યુઆરી સુધી કાર્યક્રમો યોજવામાં આવશે. સેવાસેતુમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહીતના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  


Google NewsGoogle News