મોરબી ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી, જામીન અરજી ફગાવાઈ
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજી માટે રાહ જોવા ટકોર કરી
Supreme Court on Jaysukh patel : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ નથી જેમાં કોર્ટે તેની જામીન માટે કરેલી અરજી ફગાવી દીધી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જોવાની ટકોર પણ કરી હતી.
જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી
મોરબીમાં ગત વર્ષ 30 ઓકટોબર 2022ના રોજ મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના કેસમાં આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી ન હતી અને કોર્ટે તેમની જામીન માટેની અરજી ફગાવી દીધી હતી અને ટકોર કરતા કહ્યુ હતું કે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જુઓ. ઉલ્લેખનીય છે કે કેબલ બ્રિજ તૂટ્યો હતો જેના SITના રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી સામે આવી હતી.