હળવદ પંથકમાં રવી પાકની વાવણી સમયે જ ડીએપી ખાતરની અછત
- જગતના તાતની એક
સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ
- પાછોતરા વરસાદે
ખેડૂતોની દશા બેસાડી, રહ્યો સહ્યો દાટ ખાતરની અછત બોલાવશે
હળવદ : હળવદ પંથકમાં રવી પાકની વાવણી સમયે જ ડીએપી ખાતરની અછતથી ધરમ ધક્કા ખાઈ રહ્યાં છે. પાછોતરા વરસાદને કારણે નુકસાની વેઠી રહેલા ખેડૂતોને એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે.
હળવદ પંથકમાં
પાછોતરા વરસાદના કારણે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. પાછોતરા વરસાદને લીધે
મગફળી, કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ
પએક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ છે. હળવદમાં રવી સિઝનની વાવણી ટાણે જ ડીએપી ખાતરની
અછતથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને શિયાળું પાકની
વાવણી કાર્ય છોડીને ખાતર ડેપોએ ધરમના ધક્કા ખાવા પડે છે.
શિયાળુ પાક ખેડૂત
માટે ચોખ્ખો નફો આપતી સીઝન હોય છે જેમાં ડીએપી પાયાનું ખાતર છે. તેનાથી સારું ઉત્પાદન
મેળવી શકે છે. ખેડૂતો પાછોતરા વરસાદથી થયેલી નુકસાનીની ભરાઈ કરવાના સપના જોઇ રહ્યાં
હતા ત્યારે ડીએપની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને
ખાતરનો જરૃરીયાત મુજબનો જથ્થો ફાળવે તેવી ખેડૂતોએ માગ કરી છે.