માળિયા-કચ્છ હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા વૃદ્ધનું મોત
- માળિયા હાઈવે પર ડમ્પર અને ઇકો કારની ટક્કરમાં એકનું મોત
મોરબી, તા. 13 ડિસેમ્બર 2020, રવિવાર
માળિયા નેશનલ હાઈવે પરથી પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી. તો એક વૃદ્ધનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું .માળિયા હાઈવે પર બે દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર અને ઇકો કાર ટકરાતા એક યુવાનનું મોત થયું હતું
ઉપલેટાના રહેવાસી હુશેનભાઈ ઇકબાલભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબીથી કચ્છ જતા નેશનલ હાઇવે પર દેવ સોલ્ટ કારખાના નજીક જાયલો કાર ના ચાલક મહેબુબભાઈ ઈસ્માઈલ શેખ( રહે રાજકોટ) એ કાર પુરઝડપે ચલાવી હાઈવે રોડ સાઈડમાં આવેલ લોખંડ ડિવાઈડર સાથે ભટકાડી ફરિયાદી હુશેન ચૌહાણને ઈજા કરી તેમજ શબ્બીર હુશેન મોહમ્મદ શેખ (ઉ.વ.૬૫) (રહે ખાડા કોલોની રહે દાહોદ)ને ગંભીર ઈજા થતા મોત થયું હતું .માળિયા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
માળિયાના હરીપર ગામના રહેવાસી જેશાભાઈ મેરૂભાઈ ભીમાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર ના ચાલકે ડમ્પર પુરઝડપે ચલાવી મોરબી કચ્છ હાઈવે પર અર્જુનનગર નજીક ફરિયાદીના ભાઈની ઇકો કાર ને ટક્કર મારી હતી જે અકસ્માતમાં માનસંગભાઈને ગંભીર ઈજા થતા મોત થયું હતું માળિયા પોલીસે ડમ્પરચાલક વિરદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.