Get The App

ગુજરાતમાં અનિયંત્રિત કોરોનાનું સંક્રમણ: આ શહેરમાં જાહેર કરાયું અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

Updated: Apr 3rd, 2021


Google NewsGoogle News
ગુજરાતમાં અનિયંત્રિત કોરોનાનું સંક્રમણ: આ શહેરમાં જાહેર કરાયું અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન 1 - image


મોરબી, તા. 3 એપ્રિલ 2021, શનિવાર

કોરોના વાયરસના વધતા કેસને જોતા મોરબીમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સહીત મોરબીમાં કોરોના વાયરસના કેસ વધતા મોરબી વેપારી એસોસિયેશન દ્વારા અડધા દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓના જુદા જુદા સંગઠનો અને સંઘો દ્વારા આ અડધા દિવસના લોકડાઉનને સમર્થન આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે વધતા કોરોના વાયરસ સંક્રમણને જોતા વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલ અડધા દિવસના લોકડાઉનમાં સોમવારથી શહેરની દુકાનો અડધા દિવસ માટે જ ખુલ્લી રાખવામાં આવશે. બપોરના 2 વાગ્યા બાદ તમામ બજારો બંધ થઇ જશે અને લોકડાઉનને સમર્થન આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.

તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ત્યારે નજર કરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયેલા કેસો પર તો.


Google NewsGoogle News