Get The App

મોરબીની મહિલા મુંબઈ ફરવા ગયા બાદ કોરોના સંક્રમિત

- સતત બીજા દિવસે પણ કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ

Updated: Nov 10th, 2021


Google News
Google News
મોરબીની મહિલા મુંબઈ ફરવા ગયા બાદ કોરોના સંક્રમિત 1 - image


મોરબી, તા. 10 નવેમ્બર 2021 બુધવાર

મોરબી જિલ્લામાં સવા ત્રણ મહિના શાંત પડેલો કોરોના હવે દિવાળી પછી સક્રિય થઈ ગયો છે. ગઈકાલે એક કેસ આવ્યા બાદ આજે ફરી વધુ એક કેસ નોંધાયો છે. જેમાં એક મહિલા મુંબઈ ફરવા ગયા હતા અને ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

મોરબી શહેરમાં રહેતા 40 વર્ષના મહિલાનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ દિવાળીના તહેવારોમાં મુંબઈ ગયા હોઈ ગત તા.8ના રોજ મુંબઈથી મોરબી પરત આવ્યા હતા. બાદમાં આજે તેઓનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવેલ છે. આ દર્દીએ કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લીધેલ છે. બીજો ડોઝ લેવાનો બાકી છે.

મોરબી જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોનાએ ફરી માથુ ઊંચક્યું છે. ગઈકાલે રવાપર ગામમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાં ફરી આજે પણ મોરબી શહેરમાં રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માટે હવે મોરબી જિલ્લાના લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે.

Tags :
MorbiCoronavirus

Google News
Google News