Get The App

મોરબીમાં યુવાનને ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવ્યું, મહિલા સહિત 12 લોકો સામે ગુનો નોંધાયો

યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
મોરબીમાં યુવાનને ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવ્યું, મહિલા સહિત 12 લોકો સામે ગુનો નોંધાયો 1 - image


young man beaten in morbi : મોરબીમાં કામે રાખેલા યુવાનને પગાર ચૂક્વ્યા વગર જ છૂટો કરી દેવામાં આવ્યો હતો જે બાદ યુવાને પગાર માટે ફોન કરતા તેને ઓફિસે બોલાવ્યો હતો જ્યાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના વ્યક્તિઓ દ્વારા ઢોર માર માર્યો હતો અને વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં લેવડાવી માફી માંગતો વીડિયો ઉતારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. 

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

આ બનાવની વધુ વિગતો મુજબ મોરબીમાં ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા નામના 21 વર્ષીય યુવકે એ ડિવિઝનમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબીના રવાપર ચોકડી નજીક આવેલ રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો હતો અને 18મી તારીખે પગાર આપ્યા વગર જ છૂટો કરી દેવામાં આવ્યો હતો. આ પછી પગાર માટે પહેલા વિભૂતિ પટેલ અને બાદમાં તેના ભાઈ સાથે વાત થઈ હતી અને તેને ઓફિસે બોલાવ્યો હતો જ્યાં વિભૂતિ પટેલ સહિતના 12 વ્યક્તિઓ દ્વારા નિલેશભાઈને ફડાકા ઝીકી દઈને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત ફરિયાદીને ઓફિસની છત પર લઈ જઈને વાળ પકડીને વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે ઢોર માર મારીને ખંડણી ઉઘરાવતો વીડિયો ઉતારી નિલેશભાઈને જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની વિરુદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


Google NewsGoogle News