ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે ચોમાસુ માહોલ જામ્યો : સર્વત્ર ઝરમરીયો વરસાદ
- પાલનપુર તેમજ વડગામમાં 3-3 મીમી
- મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વરસાદી માહોલને લઈ શિયાળુ વાવેતરને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતી
મહેસાણા,પાલનપુર,તા.6
ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુંજબ બે દિવસથી
વાતાવરણમાં પલટો આવવાથી દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલુ રહ્યુ હતુ. વિઝીલીબીટીમાં
ઘટાડો થતાં હાઈવે પર વાહન ચાલકોને હેડ લાઈટો અને વાઈપર ચાલુ રાખવના ફરજ પડી
હતી.જયારે ઠંડા પવનોના કારંણે રહશોએ ઠંડીનાચમકારાનો અહેસાસ અનુભવ્યો હતો.
મહેસાણા જિલ્લામાં બુધવારના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો
હતો અને ઠંડા પવનો કુકાવા લાગ્યા હતા. રાત્રી દરમીયાન કેટલાક વિસ્તારોમાં વરાસાદી
છાંટણા થયા હતા ગુરુવારની વહેલી સવારથી
જ ઘાટ ધુમ્મસ છવાયેલ હતુ જે માંડી સાંજ સુધી યથાવત રહ્યુ હતુ તેમજ સૂર્ય
દેવ પણ અદશ્ય રહ્યા હતા. જેના કારણે ધુમ્મસમાં વાહનચાલકો પરેશાન થઇગયા
હતા.જિલ્લામાં ૧.૮૫ લાખ હેકટર જમીનમાં જીરુ,વરીયાળી,એરંડા,બાજરી,તમાકુ,રાયડો જેવા
પાકોના થયેલ વાવેતરમાં પણ નુકસાન થવાની
ભિતી સેવાઇ રહી છે.મહેસાણા જિલ્લાના ૧૦ તાલુકામાં કમોસમી વરસાદી છાંટા પડયા હતા.જેમાં ઊંઝા ૨મીમી,કડી ૨,ખેરાલુ ૨,બહુચરાજી ૨,મહેસાણા ૨,વડનગર ૧ ,વિજાપુરમાં ૪
મીમી વરસાદનોંધાવાયો છે. વરસાદી માહોલમાં
લોકા ઠેકાણે કેલી છત્રીઓ ફરીથી કાઢી ફરતા
નજરે પડયા હતાં.તેમજ ઠંડા પવનોને કારંણે
ડંડીના ચમકારો પણ અનુભવાયો હતો. મહેસાણા,
પાટણ અને બનાસકાંઠામાં વરસાદી માહોલને લઈ શિયાળુ વાવેતરને નુકશાન થવાની ખેડૂતોમાં
ભીતર્સેવાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લા શિયાળાની મોસમમાં ફરી એક વાર વાતાવરણે
મિજાજ બદલતા ચોમાસુ માહોલ જામ્યો હતો જેમાં પાલનપુર, વડગામ,
ડીસા,દાંતા
સહિત ના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડતા આ કમોસમી માવઠાને લઇ વાવેતર ને નુકશાન
થવાની ભીતી સેવાઇ રહી છે.બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી ના પગેલે ઉત્તર
ગુજરાતમાં વાતવરણમાં આકસ્મિક પલટો આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને
રાત્રીના સમયે મહેસાણા અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડયો
હતો .જેમાં જિલ્લામાં ગુરુવારે સવાર થી ચોમાસુ નજારો સર્જાયો હતો અને પાલનપુર, વડગામ માં
ત્રણ-ત્રણ તેમજ ડીસામાં બે એમ એમ થી વધુ વરસાદ પડતો હતો જોકે ચાલુ વર્ષે શિયાળા ની
મોસમમાં બબ્બે વાર કમોસમી વરસાદ પડવાને લઈ ખેડૂતો ના મહામુલા પાકને નુકશાન થવાની
ભીતી સેવાઇ રહી છે.
ચાણસ્મા અને બેચરાજી તાલુકામાં માવઠથી પાકને નુકશાન
ચાણસ્મા તથા બેચરાજી તાલુકામાં બે દિવસથી પલટાયેલા
વાતાવરણના કારણે કમોસમી માવઠું થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોના માથે સંકટ ઘેરાયું છે
હાલમાં રવી સીઝનના રાયડો એરંડા જીરૃ વરીયાળી સાહિત્ ના પાકો મધ્ય ભાગમાં પહોંચ્યા
છે ત્યારે હાલમાં થઈ રહેલા કમોસમી માવઠાથી આ રવિ સિઝનના પાકો માં મેલો મચ્છી
જીરામાં કાળીયો સહિતના રોગોનો ઉપદ્રવ થવાની આશંકાના પગલે ખેડૂતોના જીવ પડીકે
બંધાયા છે છેલ્લા બે દિવસથી ચાણસ્મા તથા બેચરાજી પંથકમાં ઝરમર ઝરમર માવઠું વરસી
રહ્યું છે જેના કારણે માવઠા નો માર ખેડૂતને સહન કરવો પડશે તેવી નોબત આવી છે
કમોસમી વરસાદ અંગે ખેડૂતો શું કહે છે
હાલમાં થઈ રહેલા કમોસમી માવઠાથી ખેડૂતોએ તેમના પ્રતિભાવ
આપતાં જણાવ્યું હતું ક ખેડૂત કાંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાયડો એરંડા
જીરું વરિયાળી ઘોડા જીરુ સહિતના પાકોનું વાવેતર મધ્ય ભાગે પહોંચ્યું છે ત્યારે હાલમાં
થયેલા માવઠાના કારણે રાયડા માં જે ફુલ
આવ્યા છે તે ખરી થવાની સંભાવના રહેલી છે તદુપરાંત તદુપરાંત જીરાના પાકમાં
કાળીયો અને રાયડો વરિયાળી જેવા પાકોમાં મોલો મચ્છી નો ઉપચાર થવાની સંભાવના ના
કારણે રવિ સિઝનના પાકો માં મોટુ નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી હતી.
માવઠાથી ઈંટોના ભઠ્ઠાને નુકસાન થઈ શકે
ચાણસ્મા તાલુકામાં અને પાટણ તાલુકાના ચંદ્માણા સીમ
વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પર આવેલા છે અને હાલમાં કમોસમી માવઠું પડી રહ્યું છે
ત્યારે જે ઈંટો કાચી કેરી ને તૈયાર કરાયેલી છે તેમાં પાણી પડવાથી કાચી ઈંટ વેરાઈ
જવાના કારણે મોટુ નુકશાન થઈ શકે હાલમાં તો જે કાચી ઈંટો બનાવવામાં આવી છે તેના
રક્ષણ માટે મોટી તાડપત્રી ઓ ઢાંકવામાં આવી હોવાનું ઈંટોના ભઠ્ઠા ના માલિક બાકર ભાઈ
અને મનુભાઈ પ્રજાપતિએ ભાઈએ જણાવ્યું હતું.
પાંથાવાડામાં ગાઢ ધુમ્મસ છવાતા પાકોને નુકસાન થવાની ભીતિ
દાંતીવાડા તાલુકામાં આવેલા ગામોમાં કમોસમી વરસાદ હતા આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ થતા અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો.જેથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદ થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. દિવસ પર લોકો દિવસભર સ્વેટર પહેરીને ફરતા જોવા મળ્યા હતા.
બપોર બાદ આકાશમાં વાદળો વેરાતા ખેડૂતોએ રાહતનો દમ લીધો
ઉત્તર ગુજરાતમાં
છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થતાં ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા હતા ત્યારે
ગુરુવારે સાંજે આકાશમાં વાદળો વેરાયા બાદ સૂર્યનારાયણના દર્શન થતા ખેડૂતોએ રાહતનો
દમ લીધો હતો.
તાપમાનનો પારો ગગડયો
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુંસાર
ડીસામાં ૧૬.૪ ડીગ્રી, પાલનપુરમાં
૧૪.૦ ડીગ્રી, વાવમાં
૧૫.૦ ડીગ્રી, થરાદમાં
૧૫.૦ ડીગ્રી, ભાભરમાં
૧૭.૦ ડીગ્રી, અમીરગઢમાં
૧૪.૦ ડીગ્રી, અંબાજીમાં
૧૩.૦ ડીગ્રી, આબુરોડ
૧૪.૦ ડીગ્રી, ઇડરમાં
૧૫.૦ ડીગ્રી, મહેસાણામાં
૧૫.૦ ડીગ્રી, ઉંઝામાં
૧૫.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં
૧૫.૦ ડીગ્રી, પાટણમાં
૧૫.૦ ડીગ્રી, મોડાસામાં
૧૭.૦ ડીગ્રી, હિંમતનગરમાં
૧૫.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં
૧૫.૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
કયાં કેટલો વરસાદ નોંધાયા
કાંકરેજ ૧
મીમી
ડીસા ૨.૪ મીમી
દાંતા ૧ મીમી
પાલનપુર ૩ મીમી
વડગામ ૩ મીમી
ઊંઝા ૨મીમી
કડી ૨ મીમી
ખેરાલુ ૨ મીમી
બહુચરાજી ૨ મીમી
મહેસાણા ૨
મીમી
વડનગર ૧ મીમી
વિજાપુરમાં ૪
મીમી