મહેસાણાના ફૂલબજારમાં ગત વર્ષ કરતા આ વર્ષે વેપાર ધમધમશે
- દિપાવલી પર્વનો પ્રારંભ થતા
- ગતવર્ષ કરતાં દરેક ફૂલોમાં રૃપિયા ૧૦નો વધારો ગુલાબના મણે રૃપિયા ૩૦૦
મહેસાણા તા.1
સોમવારે વાઘ બારસથી દિપાવલી પર્વનો પ્રારંભ થયો છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જતા આ પર્વમાં ધાર્મિક -વિધિ વિધાન, પૂજા-અર્ચનાનુ ંપણ વિશેષ મહત્વ રહેલુ છે. જેમાં પૂજાવિધિ માટેના ફૂલોની માંગ વધારે રહેતી હોવાથી ફુલબજારના વેપારીઓને છેલ્લા પાંચ દિવસ વેચાણમાં તડાકો રહેશે.
મહેસાણા ફુલબજારમાં વેપારીઓને બારેમાસ ધાર્મિક પૂજા-પાઠ,તેમજ લગ્ન સરા,નવરાત્રી, વિવિધ તહેવારોમાંં ફૂલોનો વેપાર ચાલતો હોય છે. જો કે કોરોના મહામીરીના બે વર્ષમાં સરકારની ગાઇડલાઇનને અનુસરતાં તેમજ સોશિયલ ડીસ્ટન્સના કારણે ધંધા-રોજગાર મંદ રહ્યા હતા. ચાલુ સાલે તંત્ર દ્વારા મંદિરોમાં ૨૦૦થી વધુ માણસો દર્શન કરી શકે તેવી છૂટછાટ પણ આપેલ છે.જેના કારણે ફૂલોની ખરીદીમાં વધારો થવાની શક્યતાને પગલે વેપારીઓમાં મહદઅંશે રાહત જોવા મળી છે. નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારમાં ધનતેરસે લક્ષ્મીપૂજન, કાળી ચૌદશ, દિવાળી ,બેસતુ વર્ષ અને ભાઇબીજ થી લાભપાંચમ સુધી વિવિધ પ્રકારની પૂજા-વિધી માટે ફુલ બજારમાં હજારીગલગોટા પીળા કલરના ગલગોટા, ગુલાબ, કમળકાકડી,ધરો,છુટક પૂજાપો લોકો ખરીદી કરે છે. છુટક ફૂલ ૬૦-૦૦ કીલો વેચાય છે.એક ગુલાબના રુપિયા ૧૦ , કમળકાકડી રુપિયા૪૦-૦૦ , જેમાં ગલગોટાનો હાર ગત વર્ષે રુપિયો ૨૦માં વેચાતો હારના રુપિયા ૩૦ થયા છે. જ્યારે ગુલાબનો હાર રપિયા ૧૦૦ માં વેચાય છે. સફેદ હારચંંપા,મોગરા ના રુપિયા ૪૦ માં વેચાય છે. આઝાદ ચોક,તોરણવાડી, મોઢેરા રોડ પરની ધુકાનોમાં છુટક તથા જથ્થાબંધ વેપાર ચાલે છે. વેપારીઓ મોટા ભાગે અમદાવાદથી ફૂલોનો માલ મંગાવે છે. જો કે જીલ્લાના છઠીયારડા, બુટ્ટાપાલડી,ડાબલા, બેવડા, ગામોમાં વિવિધ પ્રકારના ફૂલાની ખેતી થાય છે.