મહેસાણાની અવાવરૃં બનેલી 72 કોઠાની વાવ જીવંત કરાશે
- વાવના પાણીની ફુલ અને ઝાડનું સિંચન થશે
- નગરપાલિકા તંત્ર દ્વારા મોડે મોડે ઐતિહાસિક વાવને પૂર્નજીવીત કરવા કવાયત હાથ ધરાઇ
મહેસાણા,
તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર
મહેસાણાના પરા વિસ્તારમાં આવેલ ૭૨ કોઠાની વાવની તાજેતરમાં
સાફસફાઈ કરી તેનું પાણી શહેર ખાતે ઉપયોગમાં લેવાય તે અંગેનો પાલિકા દ્વારા નિર્ણય
કરાયો હતો. આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અને વાવનું પાણી શહેર ખાતે ઉછેરાતા ફૂલ
છોડને આપવામાં આવશે.
મહેસાણાની પુરાતન ૭૨ કોઠાની વાવ અવાવરૃ પડી હતી અને ત્યાં
કચરાના ઢગ પણ થતા હતા.નગરપાલિકા તંત્ર દ્વારા આ ઐતિહાસિક વાવને પૂર્નહજીવીત કરવા
કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ
વાવનું પાણી ઉપયોગમાં લેવાય તે હેતુસર પાલિકા દ્વારા નિર્ણય થતા વાવની સાફ સફાઈની
કામગીરી કરવામાં આવી હતી અને વાવનું પાણી પીવા માટે નહીં પરંતુ કોમર્શિયલ ઉપયોગમાં
લેવાશે તે અંગેનો નિર્ણય થતા આ પ્રોજેક્ટ માટે શુક્રવારે ચકાસણી હેતુસર પાલિકા
દ્વારા વાવનું પાણી મોટર અને પાઈપ દ્વારા ટેન્કરમાં ભરી ફૂલ, ઝાડને આપવામાં
આવ્યું હતું.
વાવના પાણીનો કોઈ ઉપયોગ થતો નહતો
શહેરની ૭૨ કોઠાની વાવના પાણી જમા જ રહેતું હતું ત્યારે આ
પાણી પીવા માટે નહીં પરંતુ કોમર્શિયલ ઉપયોગમાં લઈ શકાય તે હેતુસરનો નિર્ણય કરાયો
છે. આ મામલે મહેસાણા પાલિકા પ્રમુખ નવીનભાઈ પરમારે જણાવ્યું હતું કે વાવનું પાણી
પ્રથમ ફૂલ, છોડને
ઉછેરવા કામમાં લેવાશે ત્યારબાદ પાલિકા દ્વારા આ પાણી અન્ય કોમર્શિયલ ઉપયોગ હેતુસર
આવશે. આ માટે આજે વાવમાંથી પાણી કાઢી ચકાસણી કરવામાં આવી હતી.