કાળી ચૌદશે હનુમાન મંદિરોમાં હવન અંબાજી પરામાં માનતાના ગરબા નીકળ્યા
- વર્ષના અંતિમ દિને દિપાવલી પ્રકાશ પર્વની ઉજવણી
- ફટાકડાઓની આતશબાજી ,ઘરોને રોશનીની ઝગમગાટ સાથે, દિવડાઓ પ્રગટાવી ઉજવણી કરાશે
મહેસાણા,તા.3
મહેસાણામાં બુધવારના રોજ કાળી ચૌદશની વિવિધ હનુમાન મંદિર,કાલભૈરવ, સહિત સ્મશાનમાં
કેટલાક તાંત્રિકો દ્વારા મંત્ર-જાપ,સાથે
પૂજા-અર્ચના, તેમજ
હનુમાન મંદિરોમાં હવન પણ યોજાયા હતા. તેમજ રાત્રી દરમીયાન અંબાજી પરામાં
માનતા ગરબાઓ નિકાળવવામાં આવ્યા હતા. આજ
વર્ષના અંતિમ દિને ફટાકડાઓની આતશબાજી,ઘરોની
રોશની,મેરમેરાયા
કાઢી દિવાળીની ઉજવણી કરાશે.
અંધકારમાં થી પ્રકાશ તરફ
લઇજતા પ્રકાશ પર્વ દિવાળી થી લાભ પાંચમ
સુધીના સપ્તરંગી તહેવારોમાં ધનતેરસ,કાળીચૌદશ ,બેસતુ વર્ષ ,ભાઇબીજ ની
અનોખી ઉજવણી કરવામાં આવે છે.ગતરોજ ધનતેરસે માતા લક્ષ્મી,અને ધનવંતરી કુબેર
મહરાજની પૂજા અર્ચના કરી વર્ષ દરમીયાન સુખશાંતિ મેળવવા પ્રાર્થના કરી હતી. બુધવારના રોજ કાળી ચૌદશે
વહેલી સવારથી શહેરના પરા વિસ્તારમાં
આવેલ છબીલા હનુમાન ,વિજ્ય,હનુમાન , ધોબીઘાટ ,તથા અન્ય હનુમાન તથા કાલભૈરવદાદા ના મંદિરમાં શ્રીફળ-અગરબતી ચઢાવી પૂજા-અર્ચના
કરવામાં આવી હતી. તેમજ કેટલાક મંદિરોમાં યજ્ઞા,હવન પણ કરવામાં
આવ્યા હતા.કેટલાક તાંત્રિકો ભૂવાઓ
સ્મશાનમાં રાત્રીએ વિધિ વિધાન પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેનજ
મહેસાણા અંબાજી પરામાં પ્રથમ,બીજી ,ત્રીજી,ચોથી
સહિત આડીલાઇન,,ઉંડી ફળી તથા નવાપરાની
પ્રથમ,બીજી,ઓળમાં ફુલો,માટીના માનતા ગરબા કાઢવામાં આવ્યા હતા.જે દિવાળીની વહેલી સવારે
પરા અંબાજી મંદિરમાં પધરાવવામાં આવ્યા હતા. આજે દિવાલી ના દિવસે લોકો પોતાના
ઘરોમાં રોશની કરી માટીના કોડીયા દીવા પ્રગટાવી,તથા વિવિધ પ્રકારના ફટાકડાઓની આતશબાજી સાથે શુભકામનાઓ
પાઠવી તેમજ ગામડાઓમાં મેરમરાયા કાઢી ઉજવણી કરાશે.