Get The App

ગોવાની નાઈટ ક્લબના મહેસાણાના ભાગીદારને ત્યાં આવકવેરાના દરોડા

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ગોવાની નાઈટ ક્લબના મહેસાણાના ભાગીદારને ત્યાં આવકવેરાના દરોડા 1 - image


- ગઈકાલે વહેલી સવારથી ત્રાટકેલી ટીમોનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન

મહેસાણા,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

બેંગ્લોર અને કર્ણાટકના આવકવેરાના અધિકારીઓની ટીમ મહેસાણાના વેપારીના બંગલામાં અને જીઆઈડીસીના પ્લોટમાં અને શોભાસણ રોડ પરની ઓફિસના લોખંડના ધંધાના સ્થળે સવારથી ત્રાટકી હતી. ગોવા ખાતેની નાઈટ ક્લબમાં ઈન્કમટેક્સના દરોડાના પગલે આ દરોડા પાડયા હોવાનું જાણવા મળ્યું છે.

ડેલ્ટા અને એમ્બોસ નાઈટ ક્લબના ભાગીદાર કેતન પટેલના ઘર, શોભાસણ રોડ પરની ઓફિસ અને લોખંડના ધંધાના સ્થળે તપાસ

આવકવેરા વિભાગની ટીમો દ્વારા ગોવા ખાતેની બહુચર્ચિત નાઈટ ક્લબમાં દરોડા પાડી બેનામી હિસાબોની ચકાસણી હાથ ધરી હતી.જેનો રેલો મહેસાણા સુધી લંબાતા ગોવા ખાતેની ડેલ્ટા અને એમ્બોસ નાઈટ ક્લબના ભાગીદાર મનાતા કેતન સોમાભાઈ પટેલ (રહે.જોહ્નાપાર્ક સોસાયટી, ધરમ સિનેમા પાછળ, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા) ના નિવાસ સ્થાન અને ધંધાના સ્થળોએ કર્ણાટક અને બેંગ્લોરની ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની જુદીજુદી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. જે ચેકિંગ મોડીરાત્રિ સુધી ચાલતાં શંકાસ્પદ રેકર્ડ મળી આવ્યાનું અને જે રેકર્ડને કબજે લેવામાં આવ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કેતન પટેલના બંગલામાં આવકવેરાની ટીમે ત્રાટક્યા પછી સ્થાનિક લોખંડના-સ્ટીલના જીઆઈડીસીના પ્લોટ નં.191 માં તથા શોભાસણ રોડ પરની ઓફિસમાં પણ છાપો મારી ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી.  જો કે, મોડીરાત્રિ સુધી આવકવેરાના ચેકિંગ દરમિયાન કોઈ સત્તાવાર માહિતી બહાર આવી ન હતી. 


Google NewsGoogle News