DDO દક્ષિણીને મહેસાણા કલેક્ટરનો ચાર્જ સોંપાયો
- લોકડાઉનમાં અટકી પડેલા પંચાયત અને મહેસુલ વિભાગના કામમાં ગતિ આવશે
- ગેરવહીવટમાં લાલચોળ તેમજ પ્રો-એક્ટીવ કાર્યો પ્રત્યે વિવેકાધીન અધિકારી ઉપર જિલ્લાવાસીઓની અમર આશા
મહેસાણા,તા.13
મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલને એમડીની બઢતી સાથે બદલી થઈ હતી. આથી મહેસાણા જિલ્લાના મહેસુલ વિભાગને વ્યવસ્થિત રીતે ચલાવી રાખવું જરૂરી બન્યું હતું. માટે રાજ્યના સંબંધિત વિભાગે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષીણીને મહેસાણા કલેક્ટરનો ચાર્જ સોંપ્યો છે. આથી પંચાયત વિભાગના સૂત્રોનું માનીએ તો શાંત, વિવેકાધીન અને સિહંગાવલોકન ધરાવતા અધિકારીને જવાબદારી મળી છે. જેથી જિલ્લાના વહિવટમાં સરળતા રહેશે. સાથે-સાથે પંચાયતીક્ષેત્રના કોરોનાના કારણે અટકી પડેલા કામોમાં ઝડપ આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ડીડીઓ પંચાયતોને નુકશાન કરનારા ઉપર લાલ આંખ કરી હતી. જેમાં પીલુદરાની પંચાયતની સમગ્ર બોડીને રદ્દ કરી દીધી હતી. જ્યારે ભેંસાણાના સરપંચને ઉચાપત મામલે સસ્પેન્ડનો હુકમ પધરાવી દેવામાં આવ્યો હતો. આમ, કામોમાં રૂકાવટ સાથે ગેરવહીવટમાં લાલચોળ ડીડીઓ પ્રો-એક્ટીવ કાર્યો પ્રત્યે વિવેકાધીન છે. જેથી જિલ્લાવાસીઓ તેમની પાસે અમર આશા રાખી બેઠા છે.