થોળ પક્ષી અભ્યારણ્ય પર તાલુકા પશુ ચિકિત્સકો ની સતત નજર
- કોઈ પણ પક્ષીનું મોત થાય તો સેમ્પલ લઇ પરીક્ષણ માં મોકલાશે
- રાજ્યમાં બર્ડ ફલૂના લીધે પશુચિકીત્સકો સજ્જ જિલ્લાના તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર નજર
મહેસાણા તા. 05 જાન્યુઆરી 2021, મંગળવાર
રાજ્ય માં બર્ડ ફલૂ થી પક્ષીઓના મોત ના બનાવો સામે આવી
રહ્યા છે. જેને લઇ સરકાર સહીત તંત્ર ચિંતિત બન્યું છે. મહેસાણા જિલ્લામાં અત્યારે
બર્ડ ફલૂ નો એક પણ કેસ સામે આવ્યો નથી તેમ છતાં કડી નજીક આવેલ થોળ પક્ષી અભિયારણ
પર જિલ્લા અને તાલુકા પશુ ચિકિત્સકો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.જિલ્લાના
તમામ પોલ્ટ્રી ફાર્મો ઉપર નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય માં
અમદાવાદ, જૂનાગઢ
સહીતના કેટલાક વિસ્તારોમાં બર્ડ ફલૂ થી પક્ષીઓના મોત ની ઘટનાઓ સામે આવી છે. પક્ષીઓ
ના મોત થી સરકાર તેમજ રાજ્ય પશુપાલન વિભાગ
ભારે ચિંતિત બન્યું છે. રાજ્ય માં અતયારે વિદેશી પક્ષીઓની પધરામણી થયી છે તેવા
સમયે બર્ડ ફલૂ આવતા પર્યાવરણ પ્રેમીઓ માં પણ દુઃખ ની લાગણી જન્મી છે.મહેસાણાના
કડીને અડી ને થોળ અભ્યારણ આવેલું છે અને આ અભ્યારણ નો કેટલોક ભાગ મેહસાણા જિલ્લા
માં આવેલ છે. ત્યારે આ વિસ્તાર પર નજર રાખવા જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા તાલુકા
પશુ પાલન અધિકારી ને સૂચના આપવામાં આવી છે.
જોકે સબ સલામતના ગાણા ગાતું તંત્ર
આ મામલે જિલ્લા પસુંપાલન કચેરી ના જિલ્લા પશુપાલન અધિકારી
ભરત દેસાઈ એ જણાવ્યું હતું કે હાલ માં જિલ્લા માં બર્ડ ફલૂ થી કોઈ પક્ષી ના મોતના
કેસ સામે આવ્યા નથી. જોકે થોળ નો કેટલોક ભાગ મહેસાણા જિલ્લા માં આવે છે ત્યાં
પાસુચિકિત્સ કો ને નજર રાખવા સૂચનો અપાયા
છે. અને કોઈ પક્ષીનું મોત થાય તો તુરતજ સેમ્પલ લઇ ને ભોપાલ પરીક્ષણ માટે સેમ્પલ
મોકલી આપવા સૂચન કરવામાં આવ્યું છે.