ભાજપ શાસિત ખેરાલુ તાલુકા પંચાયત ભંગાણના આરે, BJPના 6 સહિત 12 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો
મહેસાણા,તા. 25 ઓગસ્ટ 2022, ગુરુવાર
ગુજરાતમાં 2022ના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જોકે મહેસાણા જિલ્લાના ખેરાલુની ભાજપ શાસિત તાલુકા પંચાયત ભંગાણના આરે પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. ભાજપના જ છ અને કોગ્રેસ છ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે.
ભાજપ શાસિત ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ અસ્મિતાબેન ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. ખેરાલુ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે, જેમાં હાલ 17 સદસ્યો છે. તાલુકા પંચાયતમાં ભાજપના 9, કોગ્રેસના 7 અને 1 અપક્ષ સદસ્ય છે.
તાલુકા પંચાયતના કુલ 17 સદસ્યોમાંથી 12 સદસ્યોએ ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી છે. આ 12માંથી BJPના 6 સદસ્યો અને કોગ્રેસના 6 સદસ્યોએ સાથે મળી દરખાસ્ત દાખલ કરી છે.