Get The App

અરણી મંથન દ્વારા લક્ષચંડી યજ્ઞામાં અગ્નિ પ્રગટ કરાઈ

- ૧૦૮ હવનકુંડમાં શાસ્ત્રોક્ત વિધિ શરૃ

- ઘી-તેલ, દિવાસળી, કેરોસીનનો ઉપયોગ નહી કરીને વર્ષો પૌરાણીક પરંપરાગત મુજબ યજ્ઞાકુંડમાં અગ્નિ પ્રજ્વલ્લીત

Updated: Dec 19th, 2019

GS TEAM


Google News
Google News
અરણી મંથન દ્વારા લક્ષચંડી યજ્ઞામાં અગ્નિ પ્રગટ કરાઈ 1 - image

પાલનપુર,તા. 18 ડિસેમ્બર, 2019, બુધવાર

પ્રથમ દિવસે લક્ષચંડી મહાયજ્ઞાનો પ્રારંભ થયો હતો. જેમાં ૬૦૦ ભૂદેવો દ્વારા ૧૦૮ હવન કુંડમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞા શરૃ થયો હતો. પ્રારંભે અગ્નિદેવને આમંત્રણ આપવા પૌરાણિક અને ઋષિમુનીઓ સમયની પરંપરા મુજબ કાર્ય શરૃ થયું હતું. જેમાં અરણીના લાકડામાં દોરી વડે મંથન કરી તેમાંથી અગ્નિ પ્રગટ કરી તેનું ગાયના છાણીયા લઈને તેમાં અગ્નિ પ્રગટ કરાવ્યો હતો. જેમાંથી બાકીના ૧૦૭ હવન કુંડમાં અગ્નિ લઈ જવામાં આવી હતી. અહી ઘી, તેલ, કેરોસીન, દિવાસળીનો ઉપયોગ નહી કરીને વર્ષો જૂની પરંપરા મુજબ અગ્નિ પ્રજ્વલિત કરાયો હતો.

અરણી મંથન દ્વારા લક્ષચંડી યજ્ઞામાં અગ્નિ પ્રગટ કરાઈ 2 - imageબુધવારના રોજ યજ્ઞા શાળાનો પિતાંબર ધારી યજમાનો તેમજ ભૂદેવો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી શરૃ થયેલ યજ્ઞા ચારેય વેદોના શ્લોકોથી ગુંજી ઉઠયું હતું. આ અંગે ભયલુભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે યજ્ઞા શાળામાં બેસનાર ૧૦૮ યજમાનોનું દેહશુધ્ધિ પ્રાયશ્ચિત વિધિ કરાઈ હતી. સમગ્ર જીવન દરમિયાન જાણે-અજાણે કે મને-કમને આપણાથી કોઈ દોષ લાગ્યો હોય તો તેના નિવારણ માટે આ દેહશુદ્ધિ પ્રાયશ્ચિતવિધી કરવામાં આવે છે. સૂર્યનારાયણની સાક્ષીએ ભસ્મ, જવ, તલ, પંચામૃત, ગૌમૂત્ર સહિતની સામગ્રીથી આ વિધિ કરવામાં આવે છે.

Tags :