Get The App

કડી સાંઈબાબા મંદિરના નીચે ગેસ લાઈન લીકેજ થતાં આગ ભભુકી

- ફાયરની ટીમો મહામહેનતે આગ બુઝાવી

- એકાએક રાત્રીના સમયે આગની જ્વાળા નીકળતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
કડી સાંઈબાબા મંદિરના નીચે ગેસ લાઈન લીકેજ થતાં આગ ભભુકી 1 - image

કડી,તા.15

કડીમાં મોડી રાત્રે હાઇવે ચાર રસ્તા પાસે આવેલા સાંઈબાબાના મંદિર નીચે પસાર થતી સાબરમતી ગેસની પાઇપલાઇન એકાએક લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગની જ્વાળા બહાર નીકળતા આસપાસના રહીશો અને ત્યાંથી પસાર થતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

આગની ઘટના બની હોવાની જાણ થતાં સ્થાનિક લોકોએ કડી નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. આગને બુઝાવવા ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. સાબરમતી ગેસની પાઇપ લાઈન લીકેજ હોવાથી આગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં સાબરમતી ગેસ કંપનીના માણસોને સમગ્ર મામલે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા આગપર કાબુ મેળવી આગ બુજાવવામાં આવી હતી. તેમજ પાલિકાના કોર્પોરેટર અને સ્થાનિક લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી.


Google NewsGoogle News