વડનગરના શર્મિષ્ઠા તળાવમાં યોજાયેલી તરણ સ્પર્ધામાં 250 સ્પર્ધકોએ ભાગ લીધો
- ગુજરાત સ્થાપના દિન અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી
- 18 થી 60 વર્ષના સ્પર્ધકોને વિવિધ કેટેગરીમાં રૃપિયા પાંચ લાખના ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા
મહેસાણા,તા.1
આઝાદી કા અમૃત મહોત્સવ અને વડનગરનો વારસો શ્રૃંખલા અંતર્ગત
ગુજરાતના સ્થાપના દિને ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વડનગરના ઇતિહાસથી વિશ્વ પરિચિત
થાય તેવા હેતુથી શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. વહીવટીતંત્ર
દ્વારા યોજાયેલી તરણ સ્પર્ધામાં ૨૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૧૮ થી ૬૦ વર્ષની વયના
સ્પર્ધકોને રૃપિયા પાંચ લાખના ઈનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
વડનગરના શર્મિષ્ઠા તળાવમાં ગુજરાત ટુરીઝમ, જિલ્લા
વહીવટીતંત્ર અને ઇન્ડીયન સાયકલ કલબ મહેસાણા દ્વારા તરણ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ.
તરણ સ્પર્ધામાં ૪૦૦ મીટર ,
૮૦૦ મીટર અને ૨૦૦૦ મીટર એમ ત્રણ કેટેગરીમાં ૧૮ થી ૩૯, ૪૦ થી ૫૯ અને ૬૦
વર્ષથી ઉપરની વયના મહિલા અને પુરૃષ સ્પર્ધકો માટે આયાજન કરાયુ હતુ. મુંબઇ, રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ તેમજ
અન્ય જિલ્લાના ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ
લીધો હતો. સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકોને રૃપિયા પાંચ લાખના ઈનામો આપીને
પ્રત્ત્સાહિત કરાયા હતા. કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, વડનગર સમૃધ્ધ અને
બેનમૂન વારસો ધરાવતો હોવાથી જે નાગરિકો સુધી પહોંચે તે માટે વહીવટીતંત્ર દ્વારા
પ્રયાસ થઇ રહ્યા છે. રાજકોટની તરણ સ્પર્ધક મૈત્રીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક નગરી
તેમજ દેશના પ્રધાનમંત્રીના જન્મ સ્થળ વડનગરના શમા તળવામાં તરવાની તક મળી છે જેનો
મને વિશેષ આનંદ છે. આ તરણ સ્પર્ધા મારા જીવનની યાદગાર સ્પર્ધા બની છે.