110 ભૂગળ વાદ્ય કલાકારોએ પાંચ મિનિટ વગાડી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
- વડનગર તાનારીરી ઉદ્યાનમાં
- તૂરી-બારોટ સમાજે ભૂગળથી શિવ-શક્તિને સલામ ઃ ગ્રજસ્વર, ઉંચા સ્વરે, તિહાઈ, તબલાના તાસ અને હિંચ અને પાધરૃના તાલે ભુગળ વગાડી
મહેસાણા,તા.12
વડનગર તાનારીરી ઉદ્યાન ખાતે દ્વિ-દિવસીય તાનારીરી મહોત્સવનો
શુક્રવારના રોજ ગુજરાત રાજ્ય નાટય અકાદમી તથા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત
ઉપક્રમે બપોરના સુમારે સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં ભવાઈનું પારંપરિક વાદ્ય
ભુગળને ૧૧૦ લોકોએ પાંચ મિનિટ સુધી વગાડી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
વડનગર ખાતે દર વરસે કારતક સુદ-૯ના દિવસે છેલ્લા કેટલાક
વર્ષોથી પ્રખ્યાત સંગીત બેલડી તાનારીરીના બલિદાનને યાદ કરી ઉજવણી કરવામાં આવે છે.
તેમજ દર વર્ષે વિવિધ સંગીત ખ્યાતનામ કલાકારોને બોલાવી અનોખી સિધ્ધીઓ વડનગર
તાનારીરી ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં આ સંસ્થા
દ્વારા આજે તાનારીરી ઉદ્યાન ખાતે બપોરના સુમારે બે થી પાંચ મિનિટ સુધી ભૂગળ વાદ્ય
વગાડવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અસાઈત ઠાકર દાદા દ્વારા ૧૩મી સદીમાં શરૃ
કરેલી ભુગળ વાદ્ય એ વિચરતી જાતિ માટે મનોરંજનનું સાધન બન્યું હતું. આજે અદ્યતન
માહિતી ઉપકરણો દ્વારા પૌરાણિક સંગીતના સાધનો ભુલાયા છે. તેમ છતાં આજના તાનારીરી
પ્રસંગે તુરી-બારોટ અને નાયક સમાજે પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. જેમાં લોક
વાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઈ એક
સાથે પાંચ મિનિટ સુધી ભુગળ વગાડી હતી. જેમાં પરંપરાગત કલાકારોને સમૂહલયમાં ભૂગળથી
શિવ-શક્તિને સલામી આપી હતી. ગ્રજસ્વરમાં રાગ ભુગળથી ઊંચા સ્વરે તિહાઈ વગાડયું
હતું. એટલું જ નહી તબલાના તાલ,
હીંચનો ગળ અને પાધરૃના તાલમાં ભુગળ વગાડી વિશ્વ રેકર્ડ બનાવ્યો છે. જેમાં બને
ટીમમાં બળદેવભાઈ નાયક, મૃગટરામ
તથા સહ સંયોજક ડાહ્યાભાઈ નાયકે સરાહનીય કામગીરી કરી હતી.
છેલ્લા ૮ વર્ષથી તાનારીરીમાં વર્લ્ડ રેકોર્ડ નોંધણી કરે છે
અમદાવાદની વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા સંસ્થા દ્વારા છેલ્લા
૮ વર્ષથી વડનગર તાનારીરી પ્રોગ્રામમાં ખ્યાતનામ કલાકારોના વર્લ્ડ રેકોર્ડની નોંધણી
કરે છે. આ સંસ્થાએ રાજ્યમાં ૧૫ લાખથી વધુ લોકો સામેલ થયાના અને ૩૫૦૦ જેટલા
કલાકારોને વર્લ્ડ રેકર્ડની નોંધણી કરી છે. જેમાં આજે સંસ્થાના પ્રેસીડન્ટ પાવન
સોલંકીની રાહબરીમાં ૨૦ ભુગળ વાદકોએ તાનારીરી ગાર્ડનમાં ભુગળના સુર રેલાવી પાંચ
મિનિટ સુધી વગાડી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. લોક સંસ્કૃતિએ માનવ સમાજનું
અવિભાજ્ય અંગ છે.