ભાદર ડેમ 100 ટકા ભરાતા વાર્નિંગ લેવલ જાહેર કરાયું
-ખાનપુરના સાત ગામને સાવધ કરાયા
મલેકપુર તા.2 ઓક્ટાેમ્બર 2019 બુધવાર
સમગ્ર રાજ્યમાં મેઘ કહેર થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલો ભાદર ડેમ ૧૦૦ ટકા ભરાતા વોનગ લેવલ જાહેર કરાયું હતુ.ભાદર ડેમની અત્યારે ૧૨૩.૭૨ મીટરની સપાટી એ છે.ડેમની પૂર્ણ સપાટી ૧૨૩.૭૨ મીટર છે.
હાલ ડેમમાં પાણીની આવક ૩૩૧૭ ક્યુસેક છે .જેમાં ડેમનો ૧ ગેટ ૧ મીટર સુધી ખોલી ૩૩૧૭ ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.નજીકના નીચાણવાળા ૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ભાદર ડેમમાથી પાણી છોડવાના કારણે અસર પામી શકે તેવા ખાનપુરના સાત ગામોને ખાનપુર, મોટા ખાનપુર, નાના ખાનપુર, મેણા,રહેમાન,આંકલીયા, ભાદરોડને સાવધ રહેવા સૂચના અપાઈ છે.આ ડેમ ૮૦૦૦ હેકટર માં પિયત માટે પાણી પૂરું પાડે છે .તે ખેડૂતો માટે સારી વાત છે. ગત વર્ષે ઓછા વરસાદના પગલે ભાદર ડેમ માત્ર ૩૯ ટકા જેટલો પાણી જથ્થો હતો. આ ડેમથી સિંચાઈ મેળવતા વિસ્તારોને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી.