Get The App

વિશ્વનું સૌથી મોટું વૃક્ષ: કોલકાતા બોટાનિકલ ગાર્ડનનો વડલો

Updated: Feb 28th, 2020


Google News
Google News
વિશ્વનું સૌથી મોટું વૃક્ષ: કોલકાતા બોટાનિકલ ગાર્ડનનો વડલો 1 - image


બોટાનિકલ ગાર્ડનના વડલા અંગે નવાઈની વાત એ છે કે ૧૯૨૫માં તેના મૂળ થડમાં સડો લાગતાં કાપી નાખવામાં આવ્યું હતું. તેનો ઘેરાવો ૧૬ મીટર હતો.

વડ એ વિશાળ અને ઘેઘૂર વૃક્ષ છે. તેનો ઘેરાવો વધે ત્યારે નવી ડાળીઓને ટેકો મળી રહે તે માટે તેમાંથી વડવાઈ નીકળી જમીનમાં ઉતરે છે અને જાણે બીજું થડ પેદા થાય છે. વિકાસ પામીને વડલો સેંકડો કિલોમીટરમાં ફેલાય છે. 

કોલકાતામાં બોટાનિકલ ગાર્ડનમાં આવો જ વડલો જોવા મળે છે. વિશ્વના સૌથી વિશાળ વૃક્ષ તરીકે જાણીતો આ વડલો ૩૩૦ મીટરના ઘેરાવામાં ફેલાયેલો છે. આ વડલો બોટાનિકલ ગાર્ડનનું આકર્ષણ છે તેને ૨૮૦૦ જેટલી વડવાઈઓ છે.

કોલકાતાનું આ ગાર્ડન જગદીશચંદ્ર બોઝ બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે. કોલકાતા નજીક શીબપુર ખાતે ૧૦૯ હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ૧૨૦૦૦ જેટલી જાતનાં વૃક્ષો છે. આ ગાર્ડન ૩૦૦ વર્ષ જૂનો છે.બોટાનિકલ ગાર્ડનના વડલા અંગે નવાઈની વાત એ છે કે ૧૯૨૫માં તેના મૂળ થડમાં સડો લાગતાં કાપી નાખવામાં આવ્યું હતું. તેનો ઘેરાવો ૧૬ મીટર હતો.

Tags :
Kolkata-Botanical-GardenWorld s-Largest-TreeVadlo

Google News
Google News