mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વેદો ઋષિઓની ચિંતનશીલતાનો અખૂટ ખજાનો છે

કોચરબ આશ્રમમાં વેદસભાનું આયોજન થયુ

Updated: Aug 17th, 2018

વેદો ઋષિઓની ચિંતનશીલતાનો અખૂટ ખજાનો છે 1 - image

વેદો આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અમર વારસો છે. ભારતીય શાસ્ત્રો મુજબ આપણા વેદ ચાર છે જેમાં ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો  સમાવેશ થાય છે. આ વેદસભા શરૃ કરનાર નિવૃત ઇઝનેર કપિલભાઇ ઓઝાએ કહ્યું કે, આપણા વેદો  ઋષિઓની ચિંતનશીલતાનો અખૂટ ખજાનો છે. મનુષ્યજીવનના દરેક પાસાઓનું જ્ઞાાન આ ચાર વેદોમાં વર્ણવેલ છે. યુરોપના સંસ્કૃત વિદ્વાન પ્રો. મેક્ષમુલરે કહ્યું કે, વેદો એ પૃથ્વી પરના પુસ્તકાલયના  પૌરાણિક જ્ઞાાનગ્રંથો છે. આવા વેદનો  રહસ્યોને સમજવા અને વેદનું  અમૂલ્ય જ્ઞાાન સૌ કોઇને મળે તે  હેતુથી આ વેદસભાનું આયોજન કરવામાં આવે છે. વેદ ઉપદેશોમાં કોઇ વાડાબંધી નથી. ચારે  વેદોમાં સૌને માટે જીવન સુખાકારીના તથા અધ્યાત્મ જ્ઞાાનના ઉપદેશો છે.  આપણા ભારત દેશમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ, જેવા મહાપુરુષો વેદજ્ઞાાનના જ્ઞાાતા હતા. વેદ દરેક મનુષ્યને 'માનવ બન' એવો ઉપદેશ ઋગ્વેદના મંડલ ૧૦, સૂક્ત ૫૩ના ત્રીજા મંત્ર દ્વારા આપે છે. સૌની સાથે  મૈત્રીભાવ રાખી જીવીએ એમ યજુર્વેદ અધ્યાય ૩૬ મંત્ર ૧૮માં કહ્યું છે. કપિલ ભાઇ છેલ્લા ૩૫ વર્ષથી વેદોના ઊંડા અભ્યાસી છે. આ વેદસભા ચલાવાનો ખર્ચ  પોતે સ્વેચ્છાએ સપર્પિત ભાવથી કરે છે. અત્યાર સુધી વેદસભામાં ૪૫૦ જેટલાં મંત્રોનું સ્વાધ્યાય કરવામાં આવ્યું છે.

મનપસંદ પુસ્તક લઇ જાવ અને જે કિંમત આપવી હોય તે બોકસમાં મૂકો

વેદસભાના સ્થળની બાજુમાં  વેદના અને સાહિત્યના પુસ્તકો મૂકવામાં આવે છે જેનો હેતુ સમાજના  લોકો આ પુસ્તકોનું વધારે  વાંચન કરે તે માટેનો રહેલો છે. આ પુસ્તકોમાંથી કોઇ પણ વ્યક્તિને  જે પુસ્તક ખરીદવું હોય તે વ્યકિતએ તેને અનુકૂળ હોય તેટલી કિંમત બોક્સમાં મૂકી શકે છે . તેમજ કોઇએ  કિંમત ન આપવી હોય તો તે ફ્રીમાં પુસ્તક લઇ જઇ શકે છે. 

Gujarat