અષ્ટ લક્ષ્મી : શ્રી અષ્ટલક્ષ્મી વિષે ગુજરાતમાં સામાન્ય માહિતી પણ નથી
વેદોના વાડ્મય સ્વરૂપ ઉપનિષદોએ પણ માતૃઉપાસનાને ઉચ્ચ ગૌરવવંતું સ્થાન આપ્યું છે. 'માતૃદેવો ભવ' કહીને માતાને દેવસ્થાને સ્થાપિત કરેલ છે. જ્યારે ઇશ્વર સ્વયં માતૃસ્વરૂપ ધારણ કરે ત્યારે સોનામાં સુગંધ સમાન તે સ્થાન ઉચ્ચતમ ગોરવવંતું બને છે.
શ્રી અષ્ટલક્ષ્મી વિષે ગુજરાતમાં સામાન્ય માહિતી પણ નથી. પહેલાં બે મંદિર ખૂબ જ નાના પાયે ચેન્નાઈ તથા હૈદરાબાદમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે.
લક્ષ્મી એટલે માત્ર પૈસો જ નથી. આપણું ચારિર્ત્ય, વિવેક, સંતાનો, પશુધન, વિદ્યાધન, અન્નધન પણ આપણી લક્ષ્મી જ છે. ઇશ્વરનું માતૃસ્વરૂપ એટલે ી માત્રમાં ઇશ્વરનાં દર્શન કરવાની હાકલ તો છે જ, સાથે-સાથે સર્વત્ર ઇશ્વર માતા સમાન કરુણા, ક્ષમા અને ઓજસ કે તેજ સ્વરૂપે પણ વિસ્તરી રહ્યો છે તે હકીકતને પણ સત્યાર્થ કરે છે.
જો માત્ર પૈસો જ હાથમાં હોય અને વિવેક કે દ્યૈર્ય ન હોય તો આ અર્થ અનર્થ કરે છે. માટે દ્યૈર્યને પણ લક્ષ્મીસ્વરૂપ અત્રે ગણવામાં આવ્યું છે. માનવની મૂળભૂત આવશ્યક્તા વિવેક અને ધૈર્ય જ તેને તેના માનવત્વનું ગૌરવ અપાવે છે.
ગુજરાત માતૃભક્ત છે. શીલ અને સંસ્કારની બેવડી શિલા ઉપર નિમત તથા નિભક ગુજરાતી પ્રજા માટે શ્રી અષ્ટલક્ષ્મીનું દર્શન જીવનપથે એક આલોક પ્રદર્શન છે. આ ભવ્ય અષ્ટલક્ષ્મી મંદિર આગામી પેઢીઓને જીવનનિર્માણ- જીવનઘડતરના પંથે પર્યાપ્ત માત્રામાં પાથેય પૂરું પાડશે તે એક નિવવાદ સત્ય છે. શ્રીશ્રીશ્રી મા અષ્ટલક્ષ્મી-આદિશક્તિ સર્વે મુમુક્ષુઓનું બહુવિધ મંગલ કરે એ જ શુભાકાંક્ષા.
આ નાના અમૂલ્ય સંસ્કરણમાં શ્રીશ્રીશ્રી સ્તુતિના મૂળ સંસ્કૃત શ્લોકોને તેના ગુજરાતી તથા અંગ્રેજી ભાષાંતર સાથે મુદ્રણ કરેલ છે. તેની સામે જે તે માતૃસ્વરૂપનું દર્શન પણ તેના ફોટાઓ દ્વારા કરી શકાય છે.
સર્વશક્તિમાન પ્રભુ અષ્ટલક્ષ્મી દર્શનના વાચકો તથા ભક્તો પર આશીર્વાદ વરસાવે.