એક ત્વચા રોગ: કરોળિયા

સ્વસ્થવૃત્ત - શાંતિભાઈ અગ્રાવત

Updated: Feb 4th, 2020


Google NewsGoogle News
એક ત્વચા રોગ:  કરોળિયા 1 - image


ચામડીના સાત પડ હોય છે. ઉપરના પડને અવભાસિનિ કહે છે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન છે

કેટલાક ચામડીના રોગો એવા છે કે જે, શારીરીક પીડા આપતા નથી, પણ માનસિક ત્રાસ આપે છે. એમાંનો એક રોગ છે. કરોળીયા. આ વ્યાધિથી શરીરને કંઇ જ નુકશાન થતું નથી પણ ચામડીની સુંદરતાની જેને ચિંતા હોય તેનું મન વ્યથિત રહે છે. ઉંડે ઉંડે મુઝાયા કરે છે. જેની અસર શરીર પર અને પાચન પર થાય છે.

આ વ્યાધિમાં છાતી અને પીઠ પર ચાર કે પાંચ એમ.એમ.વ્યાસના ગોળ આછા સફેદ ડાઘ પડે છે આને આયુર્વેદમાં સિઘ્મ અને લોકો કરોળીયા કહે છે. મોર્ડનના -ૅઔચિજૈજ ફીજિૈર્બર્નિ ની સાથે સરખાવી શકાય.

આ કરોળીયા જેના ચકરડા છાતી, પીઠ કે હાથ પર દેખાય છે કે તુરત જ પથ્ય ખોરાક શરુ કરો. ઔષધો લેવાનું શરૂ કરવું જોઇએ. મોડું કરવાથી કરોળીયા આગળ વધી ડોક સુધી પહોંચે છે. કોઈને ચહેરા પર પણ દેખાય છે.

જોવામાં સામાન્ય લાગતો આ રોગ કફ વાતપ્રધાન ત્રિદોષજન્ય છે, પરંતુ પરેજી સાથે યોગ્ય ચિકિત્સા કાળજીથી કરવાથી મટે છે. ખાટા, ખારા, અતિતીખા, આથો આવેલા પદાર્થો નિયમિત વિશેષ ખાવાથી અને વિરૂધ્ધ ભોજનથી રક્ત અને ત્વચા વિકૃત થવાથી આ વ્યાધિ થાય છે.

એટલે આહારમાં આવા પદાર્થો ત્યજવા અને ચિકિત્સા શરૂ કરવી. શિયાળામાં હવા સૂકી રૂક્ષ હોવાથી કરોળીયા વિશેષ દેખાય છે. આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે કે, ચામડીના સાત પડ હોય છે. ઉપરના પડને અવભાસિનિ કહે છે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન છે.

મૂળ બહુ ઉંડે હોતું નથી એટલે વિદ્રોક્ષજ હોવા છતાં સાધ્ય છે. કોઈ વખત વિટામીનની ખામીથી જુના મરડાથી, કરમિયાથી, તીવ્ર એસિડીટીથી, અજીર્ણથી, કરોળીયા જેવા ડાઘ શરીર પર પડતાં હોય છે. આવા ડાઘ મૂળ રોગની ચિકિત્સા કરવાથી મટે છે.

એક ત્વચા રોગ:  કરોળિયા 2 - imageચામડીનાં રોગોમાં ખાવાની દવા જેટલું જ મહત્ત્વ લગાવવાની દવા અને લેપનું છે એ યાદ રાખવું. કરોળીયા માટે આયુર્વેદમાં ઘણાં સફળ ઔષધો છે. એમાંથી અનુભવેલા અહીં રજુ કરવામાં આવેલ છે.

શારુધર સહિતામાં બતાવેલ ગૌરાદિધૃતનું નિત્ય સેવન કરવું અને તલનું તેલ ૪ તોલા અને ગંધક અર્ધો તોલો સારી રીતે મેળવી, દરરોજ સગાવવું અથવા ખેરની છાલ, ત્રિફળા, લીમડાની છાલ, કડવા પરવળ, ગળો, અરડૂસી પાન દરેક વનસ્પતિ સરખે ભાગે લઇ યવકૂટ કરવું. આમાંથી તોલાનો ક્વાથ બનાવી નિત્ય પીવો.

લગાવવા માટે કઠ મૂળાના બીજ, કાંગ, હળદર, સરસવ, અસલી નાગકેસર સરખે ભાગે લઇ બારિકચૂર્ણ કરવું. આ ચૂર્ણ હળવે હાથે કરોળીયા પર ઘસવું અથવા સરસીયા તેલ સાથે મેળવી લગાવવું. કબજીયાત રહેતી હોય તો નિત્ય હરડે લેવી. પથ્ય આહાર સાથે ઔષધો લાંબો સમય લેવાથી, કરોળિયા મટશે એટલું જ નહીં પણ ચામડી સુંદર સૂકોમળ બનશે.

- શાંતિભાઈ અગ્રાવત


Google NewsGoogle News