Get The App

સંત-જ્ઞાાનેશ્વર .

- ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું

Updated: Oct 8th, 2020


Google NewsGoogle News
સંત-જ્ઞાાનેશ્વર                      . 1 - image


ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેઓએ જ્ઞાાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાાનેશ્વર માટે મત્સર (ઇર્ષા) કરવા લાગ્યા કે આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાાનેશ્વરની ઉંમર સોળ વર્ષની તે વખતે હતી.

ચાંગદેવને જ્ઞાાનેશ્વરને પત્ર લખવાની ઇચ્છા થઈ. પણ પત્રમાં સંબોધન શું લખવું ? જ્ઞાાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના-માત્ર સોળ વર્ષના હતા એટલે પૂજ્ય તો કેમ લખાય ? વળી આવા મહાજ્ઞાાનીને ચિરંજીવી પણ કેમ લખાય ? આવી ભાંજગડમાં જ તે પત્રની શરૂઆત પણ ના કરી શક્યા. તેેથી તેમણે કોરો પત્ર જ્ઞાાનેશ્વરને મોકલ્યો.

મુક્તાબાઈએ (જ્ઞાાનેશ્વરના બહેને) પત્રનો જવાબ લખ્યો. તમારી ૧૪૦૦ વર્ષની ઉંમર થઈ. પરંતુ ૧૪૦૦ વર્ષે પણ તમે કોરા ને કોરા જ રહ્યા. ચાંગદેવને હવે થયું. જ્ઞાાનેશ્વરને હવે મળવું તો પડશે જ. પોતાની સિધ્ધિઓ બતાવવામાં તેમાં વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી અને જ્ઞાાનેશ્વરને મળવા ઉપડયા. જ્ઞાાનેશ્વરને કોઈએ કહ્યું કે  ચાંગદેવ વાઘ પર સવારી કરીને તમને મળવા આવે છે. જ્ઞાાનેશ્વરને થયું 'આ ડોસાને સિદ્ધિઓનું અભિમાન છે' તેમને બોધપાઠ આપવા જ્ઞાાનેશ્વરે વિચાર્યું.

સંત મળવા આવે એટલે તેમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને ?

તે વખતે જ્ઞાાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા માંડયો. ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈ- ચાંગદેવનું અભિમાન પીગળી ગયું.

ચાંગદેવને થયું- મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે, ત્યારે આ જ્ઞાાનેશ્વરમાં તો એવી શક્તિ છે, કે તે જડને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંને નો મેળાપ થયો. ચાંગદેવ-જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા.


Google NewsGoogle News