Get The App

'પારસીઓનું મીઠું મીઠું નવરોઝ મુબારક'

પારસી ઑન સ્ટેમ્પ - હસિત મહેતા

Updated: Feb 29th, 2020


Google News
Google News
'પારસીઓનું મીઠું મીઠું નવરોઝ મુબારક' 1 - image


પારસી ધર્મમાં આ 'સુફરા'નું એટલું મહત્વ છે કે ઇરાન સરકારના ટપાલ વિભાગે 'સુફરા'ના રંગબેરંગી ચિત્રવાળી ટપાલ ટીકીટ બહાર પાડી છે

આપણી દિવાળી અને બેસતુવર્ષ, તેમ પારસીઓની પતેતી અને નવરોઝ. પતેતી એટલે તેમના કેલેન્ડર-વર્ષનો છેલ્લો દિવસ અને નવરોઝ તે નવા વર્ષનો પહેલો દિવસ. એટલે કે હેપ્પી ન્યુ યર.  ઇસ્લામમાં ઇદથી, ખ્રિસ્તીમાં નાતાલથી, મરાઠીને ગુડીપડવાથી તેમ પારસીઓને નવરોઝથી નવુ વર્ષ શરુ થાય છે. આજે પારસીઓને ઇરાન છોડીને ભારત આવ્યે લગભગ ૧૩૯૦ વર્ષ પૂરા થશે. એટલે કે તેમનું ૧૩૯૦મું ઝોરાસ્ટ્રિયન ન્યુ યર થશે.

તેમના જરથોષ્ટી ધર્મના છેલ્લાં રાજા યઝદઝદ ઇરાનમાં આરબોના આક્રમણ સામે હારી ગયા. તેઓ વિધર્મીઓના ત્રાસથી પોતાના ધર્મને રક્ષણ આપવા ઇરાન છોડી ભારત તરફ વળ્યા. તેમની યાદમાં ભારતીય પારસીઓએ પતેતી સંવત શરુ કર્યું છે. આ પતેતીનો અર્થ થાય  છે પશ્ચાતાપ કરવો. 

ભારતમાં પારસી ધર્મ ત્રણ  ફાંટામાં વહેંચાયેલો છે. ફાલ્સિસ,કાદિમ્સ અને સહેન્સાહિસ. તેમાંથી ફાલ્સિસ પારસીઓ વસંતના પ્રારંભે નવરોઝ ઉજવે છે. જ્યારે કાદિમ્સ પારસીઓ ઇરાનમાં ઉજવાય છે તે જમશેદી નવરોઝ ઉજવે છે. જ્યારે સહેન્સાહિસ પારસીઓ પોતે ભારતમાં આવ્યા તે દિવસ નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે.

ભારતીય પારસીઓ પતેતી અને નવરોઝની ઉજવણી પોતાની આગવી રીતે, એટલે કે ઇરાની પરંપરા કરતા જરા જુદી રીતે ઉજવે છે. પતેતીના દિવસે તેઓ પોતાના ઇષ્ટદેવ સમક્ષ વર્ષ દરમ્યાન કરેલી ભૂલોનો એકરાર કરે, તેનો પશ્ચાતાપ કરે,  અને બીજા દિવસે નવા વર્ષની ઉજવણી રૂપે 'નવરોઝ' ઉજવે. પારસી અગિયારીના પવિત્ર અગ્નિ આતશ બહેરામ સમક્ષ દિવો-પૂજા કરે. નવા કપડાં પહેરી સગાવ્હાલાંઓને ત્યાં શુભેચ્છા મુલાકાતે જાય. ઘર શણગારે, ઘનદાળ-મચ્છીનો પાટીયો-સેવ અને ફાલુદા જેવી પરંપરાગત વાનગીઓ બનાવે અને ઘરના ટેબલ પર સુશોભિત કાપડ પાથરીને 'સુફરા'ને સજાવે.

પારસી ધર્મમાં આ 'સુફરા'નું એટલું મહત્વ છે કે ઇરાન સરકારના ટપાલ વિભાગે 'સુફરા'ના રંગબેરંગી ચિત્રવાળી ટપાલ ટીકીટ બહાર પાડી છે. 

વીસેક વર્ષ પહેલાં ઇરાનમાં બહાર પડેલી આ 'સુફરા'ની ટીકીટ ૮ રીયલની કિંમતવાળી છે. તેની ઉપર અરેબિયન ભાષામાં વર્ષ અને દેશનું નામ લખ્યું છે. 'સુફરા'ના ચિત્રમાં વચ્ચોવચ્ચ પવિત્ર ઘાસ અને પવિત્ર ધર્મગ્રંથ મૂકાયો છે. પરંપરાગત રીતે આ 'સુફરા'માં મૂકાતી દરેક ચીજવસ્તુઓ આલ્ફાબેટ 'એસ'થી શરૂ થતી હોય છે. જીીમ(સફરજન), જીૈહલૈગ(સીનજીદ), જીૈિંચ (સીરકા), જીચસિે(સમરું), જીીિ (સીર), જીેસચૂ (સુમાક) જેવા ફળ-ફૂલો આ 'સુફરા'માં સજાવાય છે. ઉપરાંત ઇરાની પારસીઓ માછલીને લાભ-શુભનું પ્રતીક ગણે છે. આથી એક પોર્ટ(કૂંજા)માં માછલીઓને પણ 'સુફરા'ના કાપડ ઉપર મૂકે છે.

નવરોઝની ઉજવણીમાં પોતાના ઘેર આવેલાં મહેમાનો પહેલાં ટેબલ પર સજાવેલા 'સુફરા'ને જૂએ, વંદન કરે અને પછી જ ગૃહપ્રવેશ કરે. એમ જ સમજોને કે આપણે ત્યાં દિવાળી પ્રસંગે થતી રંગોળી. ઘરના પ્રવેશધ્વારે 'સુફરા'થી ટેબલ સજાવવું,- એ પારસી ધર્મની તાતી જરૂરિયાત. નવા વર્ષ નિમિત્તે પોતાના આખા ઘરની સાફ-સફાઇ અને રંગરોગાન કર્યા પછી પારસી જણ પહેલું કામ 'સુફરા'નું ટેબલ શણગારવાનું કરે છે.

ગુજરાતમાં ભાવનગર, વલસાડ, ઉદવાડા, વાપી,નવસારી જેવા શહેરોમાં  અને મહારાષ્ટ્રના મુંબઇમાં આજકાલ હવે પતેતી અને નવરોઝની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. માર્ચના અંતમાં, લગભગ રરમી તારીખે આવતો આ પારસી ઉત્સવ નવરોઝ ઉજવાશે ત્યારે લઘુમતિઓમાં પણ લઘુમતિ ગણાતી આ સૌમ્ય કોમના એકે-એક સજ્જનના મુખે મીઠડા-તોતડા ગુજરાતીમાં 'નવરોઝ મુબારક'ના લહેકાંઓ વિશિષ્ટ રીતે બોલાશે, જે સાંભળવાની તક છોડાય તેમ નથી.

Tags :