મહુડી ઘંટાકર્ણ મહાવીર અને કોટયર્ક પ્રભુનું તીર્થ સ્થાન !
મહુડી તીર્થસ્થાન અમદાવાદથી 70 કીલોમીટર અને ગાંધીનગરથી 35 કી.મી. અંતરે આવેલું છે. બાજુમાં મોટું મથક વિજાપુર છે. પૌરાણીક કાળમાં મધુપુરી તરીકે ઓળખાતુ હતું. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ સ્થાનકવાળા દેવ છે. ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ કર્યા એટલે સુખડીનો પ્રસાદ ખાય છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. જૈનોના રજ તીર્થક્ષેત્રમાંનું એક ધામ છે. અહીંના ઘંટાકર્ણ મંદિરના ટોચ ઉપર સોનાનો કળશ છે.
આખુ મંદિર આ રસ પહાડાથી બનેલું છે. જૈન દેરાસરમાં ઘંટકણો મહાવીરને સુખડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ન્યાત- જાતના ભેદભાવ વીના બધાને સુખડી, પ્રસાદ બાંટવામાં આવે છે.
સુખડી અંગે લોક વાયકા છે કે પ્રસાદ અહીંજ ખાવામાં આવે છે. ઘરે આ સુખડી લઈ જવામાં આવતી નથી.
આ તીર્થ 2000 વર્ષ જુનું ગણાય છે. પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1974 અને વિક્રમ સંવત 1980માં થયેલ છે જમવા માટે સારૂ ભોજનાલય અને આવાસ- નિવાસ સ્થાન છે. ધર્નુધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન ભાવિકોનું સંભારણું બની રહે છે. પ્રભુ ભક્તોને સહાયકારી થયા છે. તેના અનેક ચમત્કારો સંભળાય છે. અહીં શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજનું નામ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલું છે.
ભારતના ખડાયતા જ્ઞાતિના ઇષ્ટ દેવ કોટયર્ક પ્રભુનું ભવ્ય મંદિર અહી મહુડીમાં આવેલ છે. સમગ્ર ભારતના ખડાયતાઓ અહીં પ્રભુના દર્શને આવે છે. કોટયર્કનો અર્થ ઓરિસ્સામાં આવેલા સુપ્રસિદ્ધ કોણાર્ક જેવું એક સૂર્ય મંદિર, કારતક સુદી બારસે અહો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હજારો વૈષ્ણવો આવે છે. શ્રી કોટયર્ક પ્રભુ સૂર્યનું સ્વરૂપ છે. આ સ્વરૂપનો ઉલ્લેખ સ્કંદ પુરાણ પદ્ય પુરાણ, માર્કન્ડેય પુરાણમાં છે. શ્રીમદ ભાગવતમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. સંવત 1371 ના ધાતુ પ્રતિમા લેખમાં ખડાયતા શબ્દનો ઉલ્લેખ છે. તેરમાં સૈકામાં ખડાયતા શબ્દ આવ્યો.
ખડાયતા વણિકનાં બાર ગોત્ર અને તેની બાર દેવીઓ છે. બધી જ દેવીઓની મૂર્તિ હાલ મંદિરમાં છે. ગોત્રજા એટલે મૂળ માતા દરેક ગોત્રની દેવીનાં નામ અલગ છે. દા.ત. સાવલાણું- દેવી શંકરી, આચાર્ય શ્રી બુધ્ધિ સાગરજીએ ગુજરાતના ગામોમાં ફરી વાણીયા જ્ઞાતિનો ઉત્પત્તિનો સમય નક્કી કરવા ધાતુની પ્રતિમાઓ, પરના 1523 લેખો એકઠા કર્યા. આ લેખ મુજબ ખડાયત્વ જ્ઞાતિ 700 આઠસો વર્ષ પહેલાં અસ્તીત્વમાં આવી ગણાય છે.
આ તીર્થધામમાં વૃશ્વાશ્રમ સુંદર આવાસ યોજના સુંદર ભોજનાલય છે.
વૈષ્ણવોને સુંદર પ્રસાદ ભોજનમાં આપવામાં આવે છે. આમતો પુરાણ ભાવનાના શ્રી વિષ્ણુનું આ સ્વરૂપ છે. આ મૂર્તિ સત્યુગના સમયની છે.
આ મહુડીમાં કપાલેશ્વર મહાદેવ નીલકંઠેશ્વર મેર્મક્ષેત્ર શ્રી ગલતેશ્વર તીર્થ સૂર્યતીર્થ વાલ્મીકી ઋષિ આશ્રમ આકર્ષણ છે.
- બંસીલાલ જી. શાહ