ઈશાન ખટ્ટર : મારે મારી ફિલ્મ બિગ સ્ક્રીન પર જોવી છે...
- આ વર્ષે ઈશાન ખટ્ટર 29 વર્ષીય અભિનેત્રી ભૂમિ પેડણેકર સાથે વેબ સીરિઝ 'ધ રોયલ્સ' માં જોવા મળશે. ઈશાન કહે છે, 'આ શો એક નવો દ્રષ્ટિકોણ આપે છે. આપણે આ પ્રકારનો સમકાલીન શાહી- પરિવારને ક્યારેય જોયો નથી.'
૨૦ ૨૫ નું ધમાકેદાર આગમન થઈ ગયું છે અને અભિનેતા ઈશાન ખટ્ટરે નવા વર્ષે બિગ સ્ક્રીન પર પરત ફરવા માટે મન મક્કમ કરી લીધું છે. ઈશાન કહે છે, 'મારા પ્રથમ બે પ્રોજેક્ટ્સ પછીનાં વર્ષો તો પોસ્ટ-કોવિદ સમયગાળા તરીકે પસાર થઈ ગયા. આથી માત્ર મારી માત્ર એક જ ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ થઈ શકી. મારો પ્રથમ પ્રેમ તો થિયેટ્રિકલ સિનેમા છે અને ૨૦૨૫માં તો હું વધુ રાહ જોઈ શકું એવી સ્થિતિમાં જ નથી. હું એક સારી અને યોગ્ય ફિલ્મની રાહ જોઈ રહ્યો છું, જે થિયેટ્રિકલ એન્ટરટેઈનર હોય. ગયા વર્ષે જ મેં થિયેટ્રિકલ ફિલ્મનું શૂટિંગ કર્યું. હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કે તે ક્યારે રિલીઝ થશે. મેં તો શૂટિંગ પણ પૂરું કરી નાખ્યું છે અને મને તેનો ગર્વ છે. આ એક સુંદર માનવીય કથા છે. વ્યવસાયિક રીતે ૨૦૨૪ ખૂબ જ સારું ગયું અને ૨૦૨૫ તો ડબલ એર્ન્જેટિક પૂરવાર થશે એવી મને ખાતરી છે.'
આ વર્ષે ઈશાન ખટ્ટર ૨૯ વર્ષીય અભિનેત્રી ભૂમિ પેડણેકર સાથે વેબ સીરિઝ 'ધ રોયલ્સ' માં જોવા મળશે. આ અંગે વાત કરતાં તે જણાવે છે, 'આ શો એક નવો દ્રષ્ટિકોણ આપે છે. આપણે આ પ્રકારનો સમકાલીન શાહી- પરિવારને ક્યારેય નિહાળ્યો જ નથી.'
૨૦૨૪ માં આ અભિનેતાએ 'ધ પરફેક્ટ કપલ્સ' સાથે હોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. હોલિવુડમાં દક્ષિણ એશિયન કલાકારો કાઠું કાઢી રહ્યા છે. એ કહે છે, 'આ અગાઉ તમે કદીય મોટા હોલિવુડ પ્રોજેક્ટમાં યુવા ભારતીય પુરુષ અભિનેતાને જોયો નહીં હોય. આશા રાખીએ કે આગળ જતાં આપણા યુવા કલાકારો આવા પ્રોજેક્ટ્સમાં જરૂર જોવા મળશે.'
પશ્ચિમમાં કામ કરવાના અનુભવ માટે પૂછવામાં આવતા અભિનેતાએ જણાવ્યું હતું કે 'એ ખરેખર બહુ જ કમ્ફર્ટેબલ હતું. અલગ અલગ કલ્ચરમાંથી આવતા, અલગ અલગ દેશોના કલાકારો સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની મજા જ કંઈ ઓર છે.'