Get The App

બાવળ અને ટોબેકોયુક્ત ટૂથપેસ્ટ અંગેની માહિતી

Updated: Mar 30th, 2025


Google News
Google News
બાવળ અને ટોબેકોયુક્ત ટૂથપેસ્ટ અંગેની માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ

દાંતની સફાઈ કરવાની રીતમાં દાંતના વચ્ચેના ભાગમાં જે ખોરાકના રજકણો ચીપકેલા હોય તેની સફાઈ થવી જોઈએ, એટલું જ ટૂથબ્રશ દાંત પર ફરવું જોઈએ વધારે સમય દાંત પર બ્રશ ફરવાથી દાંત વચ્ચેની જગ્યા વધતી જાય છે. તેના કારણે દાંતમાં ખોરાકના રજકણો વધારે ભરાતા હોય છે. અને આ ભરાયેલા રજકણોને મોઢામાં રહેલું પ્રવાહી અડકવાથી કીટાણુંઓની ઉત્પતિમાં વધારો થતો જાય છે. તેના કારણે દાંતમાં સડો થાય છે અને મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. આમ ન બને તે માટે ડોકટરી સલાહ લેવી જરૂરી બને છે. ત્યારબાદ દાંતની સુંદર સફાઈ માટે વનસ્પતિજન્ય એટલે કે બાવળના અર્કમાંથી બનાવેલ ટૂથપેસ્ટ અકસીર સાબિત થઈ શકે તેમ છે. આ ટૂથપેસ્ટ બનાવવા માટે ખાસ ઈનગ્રેડીએન્ટ તરીકે બાવળનો અર્ક વાપરવામાં આવે છે. જેથી ટૂથપેસ્ટમાં બાવળના ગુણધર્મો તેમજ સ્વાદ ટકી રહે તે રીતે પ્રિઝર્વ કરીને બનાવવામાં આવે છે. તો આપણે બાવળ અર્કયુક્ત ટૂથપેસ્ટ વિશે લખીશું.

બાવળ-અર્કયુક્ત ટૂથપેસ્ટના કી-ઈનગ્રેડીએન્ટ :- બાવળ અર્ક, ક્લીનિંગ અને પોલિસીંગ મટિરીયલ, ડીટરજન્ટ અને ફોમિંગ મટિરીયલ, હ્યુમેકટન, બાઈન્ડીંગ એજન્ટ, સ્વીટેનિંગ અને ફ્લેવરીંગ એજન્ટ, વાઈટનીંગ એજન્ટ, કલર અને પ્રિઝર્વવેટીંગ વડે આ ટૂથપેસ્ટ બનાવી શકાય છે.બાવળ અર્કને સોલવન્ટ એકસ્ટ્રેકશન પ્લાન્ટ વડે મેળવવામાં આવે છે. ત્યારબાદ આ એકસ્ટ્રેકટને રૂમ ટેમ્પ્રેસરે પ્રિઝર્વ કરવામાં આવે છે. જેથી અર્કની સ્ટેબીલીટીમાં વધારો થાય છે. જેથી આ અર્ક વાતાવરણ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.

દાંત પીળા થતાં હોવાને કારણે અમુક કંપનીઓએ ટોબેકો ટૂથપેસ્ટ અને ટૂથપાવડરો વિકસાવ્યા છે. જેમાં બીજા ઈન્ગ્રેડીયન્ટો હોવાથી નશામાં ફરક પડે છે અને બજારથી પીળા થતાં દાંત અટકે છે. કારણ કે સાથે એબ્રેસીવ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે છે.

ટોબેકો ટૂથપેસ્ટના કી-ઈનગ્રેડીએન્ટ :- ટોબેકો અર્ક, ડાયકેલ્શિયમ ફોસફેટ, ગ્લીસરીન, સોડિયમ લોરેલ સલફેટ ન્યૂડલ્સ, સોડિયમ કાર્બોકસી મિથાઈલ સેલ્યુલોઝ, સોરબીટોલ, પ્રોપાઈલીન ગ્લાયકોલ, કલો ઓઈલ, કલર, મિથાઈલ પેરાબીન, પ્રોપાઈલ પેરાબીન વગેરેથી ટોબેકો ટૂથપેસ્ટ બનાવી શકાય છે.

ટૂથ એકના કી- ઈનગ્રેડીએન્ટ :- આ પ્રોડકટસ દાંતના દુ:ખાવા માટે અકસીર પેઈનકીલર છે. જેમાં કાચા રસાયણ તરીકે પેરાફીન વેક્સ, ક્લોઓઈલ અને ક્રીઓસોટ ઓઈલ વડે ટૂથએક બનાવી શકાય છે. આ પ્રોડકટસ મલમના રૂપમાં બને છે. આ મલમનો સીર્ફ માલીશ તરીકે ઉપયોગ કરી શકાય છે.

Tags :