Get The App

ઉત્તમ ધર્મ : જીભ'તોતડી' હોય તો ચાલશે,' તોછડી હોય તો ન ચાલે.

- 'અહમ્' એ 'આત્મા'નું કેન્સર છે

- લાભ વધે તેમ લોભ વધે, આ જ મનુષ્ય જીવનની નબળાઈ છે.

Updated: Dec 3rd, 2020


Google NewsGoogle News
ઉત્તમ ધર્મ : જીભ'તોતડી' હોય તો ચાલશે,' તોછડી હોય તો ન ચાલે. 1 - image


- જીવન એટલે 'સ્મિત અને 'આંસુ વચ્ચેનું 'લોલક'.

- સુખી થવું હોય તો વ્યસન વાસના અને વહેમથી દુર રહેજો.

- સમજણશક્તિ વધશે તો સહનશક્તિ આપોઆપ આવશે.

- ભરતી અને ઓટ સાગરમાં હોય, ખાબોચીયામાં નહિ.

- જીભ'તોતડી' હોય તો ચાલશે,' તોછડી હોય તો ન ચાલે.

- જીભ ગળ્યુ ખાઈને 'પેટ' બગાડે, કડવુ બોલીને 'જીવન' બગાડે.

- લાભ વધે તેમ લોભ વધે, આ જ મનુષ્ય જીવનની નબળાઈ છે.

- કોઈ ભૌતિક સુખ એવું નથી કે, જેમની પાછળ દુઃખ ન ઉભુ હોય.

- અજ્ઞાાનનો સ્વિકારએ જ્ઞાાનનું પહેલું પગથિયું છે.

- શરિર માટે ખોરાક જરૂરી છે, આત્મા માટે પ્રાર્થના જરૂરી છે.

- જીભને જીતનાર, જગતને જીતી શકે.

- આ દેહને 'હું' માનવું એ એક'ભ્રાંતિ' છે.

- સ્વાર્થના સૌ સગા છે, પરંતુ સ્વાર્થીને કોઈ સગા હોય નહિ.

- આ સંસારમાં 'માલીક' બનીને નહિ, મહેમાન બનીને રહો.

- સંસારમાં સર્વત્ર અંધકાર છે. માટે તમે જ તમારો  પ્રકાશ થાય.

- ભાગ્યનું લોકર' પુરુર્ષાથની ચાવીથી ખુલી શકે.

- 'અહમ્' એ 'આત્મા'નું કેન્સર છે.

- અંતરમુખી બન્યા વિના અંતરયામીની ઓળખ નહિ થાય.

- ક્ષમા આપવી ઉત્તમ છે. ભુલી જવું વધું ઉત્તમ છે.

- ચીજ બગડે તો પાલવે, પરંતુ ચિત્ત બગડે તે ન પાલવે.

- નિવૃતીનો આનંદ સાધનોમાં નહિ, 'સાધના'માં છે.

- તન સારૂં રહે 'તપ' થકી , મન સારૂં રહે 'જપ' થકી.

- ભીતરનાં ક્ષત્રુઓજ બહારનાં ક્ષત્રુઓ ઉભા કરે છે.

- વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઘટાડવા સત્સંગ જરૂરી છે.

- બીજાનાં દુઃખમાં ભાગીદાર બનીયે એ જ ઉત્તમ ધર્મ છે.

- સંકલન : ધનજીભાઈ નડીઆપરા


Google NewsGoogle News