Get The App

ઓષધીય ગુણોથી ભરપુર લીલીછમ કોબી

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
ઓષધીય ગુણોથી ભરપુર લીલીછમ કોબી 1 - image


લીલીછમ કોબી ઔષધીય ગુણોથી ભરપુર છે. તેના સેવનથી ઘણા ફાયદા થાય છે. તે આંખની રોશની, અલ્સર અને કેન્સર માટે ગુણકારી છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીઇન્ફેલેમેટરી ગુણ સમાયેલા હોય છે. જે ગેસ્ટ્રાઇન્સ્ટેસ્ટાઇનલ વિકાર -જેવા કે ગૈસ્ટ્રિટિસ, અલ્સર તેમજ પેટની અન્ય સામાન્ય બીમારીઓ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિ, મિનરલ અને ફાઇટોન્યૂટ્રિએન્ટસ ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. કોબીમાં ફાઇબર વધુ અને કેલરી ઓછી પ્રમાણમાં સમાયેલી હોય છે. 

પાચન અને કબજિયાત

કોબી પેટની સમસ્યા માટે ફાયદાકારક છે. તેનું સેવન પાચન અને કબજિયાતથી રાહત અપાવે છે. લાલ કોબીમાં એન્થોસાયનિન પોલીફેનોલ સમાયેલું હોય છે જે પાચનક્રિયાને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. કોબીમાં ફાઇબર સમાયેલું હોય છે જે પાચનમાં સહાયક છે તેના સેવનથી મળને મુલાયમ થાય છે તેથી કબજિયાતની તકલીફ સતાવતી નથી. 

રોગ પ્રતિરોધક ક્ષમતા

ઇમ્યૂનિટી મજબૂત કરવા માટે કોબી લાભકારી છે. કોબીમાં વિટામિન સી પ્રચૂરમ ાત્રામાં સમાયેલુ ંહોય છે. જે ઇમ્યુન સિસ્ટમને બહેતર બનાવે છે. પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે કોબીના જ્યૂસનું સેવન કરી શકાય છે. તેનાથી શરદી, તાવ અને ઇન્ફેકશનથી બચાવ કરી શકાય છે. 

આંખની રોશની

એક રિસર્ચના અનુસાર, કોબીમાં લ્યૂટિન અને જેકસૈથિન સમાયેલુ ંહોય છે. આ બન્ને તત્વ આંખની રોશની માટે ફાયદાકારક છે. આંખની રોશની વધારવા માટે કોબીનું સેવન કરી શકાય છે. 

કેન્સર

એક સંશોધનના અનુસાર, કોબીમા વિટામિન સી પ્રચૂર માત્રામાં  સમાયેલું હોય છે.  જે થી કેન્સર ટયૂમરના બચાવ માટે કોબીનું સેવન લાભકારી માનવામાં આવે છે. તેમાં એન્ટી કેન્સર પ્રભાવ હોય છે જે કેન્સરના રોગના જોખમને ઓછું કરી શકે છે. એક સંશોધનમાં જોવા મળ્યું છે કે વિટામિન-સીના સેવનમાં પ્રત્.ેક ૧૦૦ મિલીગ્રામની વૃદ્ધિ ફેંફસાના કેન્સરનું જોખમ ૭ ટકા જેટલું ઓછું થાય છે.

હૃદયને સ્વસ્થ રાખે

કોબીમાં એન્થસાયનિન  નામનો શખ્તિશાળી તત્વ હોય છે. જે હૃદય રોગના જોખણને ઓછું કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે

કોબીમાંપોટેશયમ પ્રચૂર માત્રામાં સમાયેલું છે.૨ કપ એટલે કે ૭૮ ગ્રામ કોબીનુું સેવન કરવાથી ૧૨ ટકાજેટલું પોટેશિયમ શરીરને મળે છે. પોટેશિયમની માત્રા શરીરમાં વધારવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. હૃદય રોગ અને બ્રેઇન સ્ટ્રોક હાઇ બ્લડ પ્રેશરને લીધે થતું હોય છે તેથી હાઇ બીપીવાળા દરદીઓને  મીઠાનું સેવન ઓછું કરવાની સલાહઆપવામાં આવતી હોય છે. તેથી શરીરમાં પોટેશિયમની માત્રા વધારવી જરૂરી બની જાય છે. 

કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે

કોલેસ્ટ્રોલ માનવ શરીરની દરેક કોશિકાઓમાં સમાયેલું જોવા મળે છે. તે શરીના ઉચિત કાર્ય માટે આવશયક છે. શરીની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ કોલેસ્ટ્રોલ પર નિર્બર કરતી હોય છે. જેમ કે પાશ્શક્ત મજબૂત કરે, હોર્મોન અને વિટામિન ડીનું સંતુલન જાળવે છે. 

હોર્મોન્સનું સંતુલનજાળવી રાખે

કોબીનો જ્યૂસ પીવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઇ રહે છે. ખાસ કરીને આ જ્યૂસ થાયરોડિ ગ્લેન્ડને રેગ્યુલેટ કરીને હોર્મોનનું ઉત્પાદન વધારે છે. આયોડીનની કમી હોય તો કોબીના જ્યૂસનું સેવન કરવું જોઇએ. આયોડિન હાઇપો અથવા હાપિરથાયરોઇડિઝમ થવાની સંભાવનાને ઓછી કરે છે. 

વજન ઘટાડવું

કોબીના જ્યૂસનું સેવનથી વજન ઘટાડી શકાય છે. તેનાથી પેટ જલદી ભરાઇ જતું હોવાથી વારંવાર ભૂખ લાગતી નથી. 

કોબીને ઝીણી સમારી તેમાં થોડું પાણી નાખી બ્લેન્ડ કરી તેને ગાળી લેવું અને સ્વાદ માટે સંચળ , મધ લીંબુ જે પણ પસંદ હોય તે ભેળવીને પી શકાય છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News