ફન ટાઈમ : તડકામાં કેમ
પપ્પા : 'બુધિયા ! આવા સખ્ત તડકામાં શા માટે કામ વગર ઊભો છે ?'
બુધિયો : 'પપ્પા ! પરસેવો સૂકવવા માટે ઊભો છું.'
આજે ખબર પડી
સ્કૂલમાં બુધિયા અને મનિયા વચ્ચે લડાઈ થઈ.
બુધિયાએ મનિયાને ખૂબ માર્યો.
સાહેબે પૂછ્યું : 'બુધિયા ! તેં મનિયાને આવી રીતે શા
માટે માર્યો ?'
બુધિયાએ કહ્યું : 'સાહેબ ! એણે મને ચાર દિવસ પહેલા ગેંડો
કહ્યો હતો.'
મનિયાએ કહ્યું : 'સાહેબ ! એ વાત તો ચાર દિવસ પહેલાંની છે. આજે મેં ક્યાં કંઈ કહ્યું છે ?'
બુધિયાએ કહ્યું : 'હતી, કારણ કે મેં ગેંડાને આજે જ જોયો.'
નવી સ્ટાઈલો
સાહેબ : 'બુધિયા ! પરીક્ષા પહેલા તારી ફી જમા કરાવી દે, નહિતર હું તને પરીક્ષામાં બેસવા નહીં દઉં.'
બુધિયો : 'સાહેબ ! વાંધો નહીં, હું ઊભાં ઊભાં પરીક્ષા આપીશ.'