આ વર્ષે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાયેલી ફિલ્મો
બડે મિયા છોટે મિયાં- અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ મલ્ટીસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શનઃ રૂ. ૧૦૨.૧૬ કરોડ.
ચંદુ ચેમ્પિયન-આ ફિલ્મ ખાસ કંઈ કરી શકી નથી. કાતક આર્યનની ફિલ્મે બોક્સ ઓફિસ પર ૮૮.૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
મિસ્ટર એન્ડ મિસેઝ માહી - રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી અને બોક્સ ઓફિસ કલેક્શન ૩૫.૫૫ કરોડ રૂપિયા રહ્યું હતું.
તેરી બાતોં મેં ઐસા ઉલઝા દિયા- શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આ ફિલ્મને દર્શકો તરફથી વધુ પ્રેમ મળ્યો ન હતો અને બોક્સ ઓફિસ કલેક્શન ૮૫.૧૬ કરોડ રૂપિયા હતું.
મેદાન - આ ફિલ્મમાં અજય દેવગણે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ૭૧ કરોડ રૂપિયા હતું.
યોદ્ધા- ૧૯૯૯ની ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ ૮૧૪ હાઈજેકીંગ અને ભારતીય ઈતિહાસમાં અન્ય એરોપ્લેન હાઈજેકીંગ આ ફિલ્મ માટે પ્રેરણારૂપ હતું. યોદ્ધા બોક્સ ઓફિસ પર ૩૫.૫૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
વિકી વિદ્યા કા વો વાલા વીડિયો- રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મમાં ચોક્કસપણે કોમેડી હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ ફ્લોપ રહી તેનું બોક્સ ઓફિસ કલેક્શન ૪૧.૯૩ કરોડ રૂપિયા હતું.
તે ઉપરાંત ઈન્ડિયન -૨, જીગરા, ક્રેક, વેદા, ખેલ ખેલ મેં, ઉલઝ, મેરી ક્રિસમસ, સરફિરા , બસ્તર, બેડ ન્યૂઝ, શ્રીકાંત, સાવી, ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ, ઔરો મેં કહાં દમ થા, નામ,મડગાંવ એક્સપ્રેસ, દો ઔર દો પ્યાર, લવ સેક્સ ઓર ધોકા વગેરે ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સાધારણ રહી.