ગુણકારી તાંદળજાની ભાજી
શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ બાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંદળજાની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના ઉપચાર માટે ઉપયોગી કહી છે.
તાંદળિયાની ભાજી કફ, પિત્તનો નાશ કરે છે. તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તે પેટની બીમારીઓ માટે પણ ગુણકારી છે. તેના રેશામાં ક્ષાર, દ્રવ્ય હોય છે, જેઆંતરડા સાથે ચોંટેલા મળને સાફ કરી તેને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતની સમસમ્યા ઓછી થાય છે, પાચનંતંત્ર સુધરે છે.
તેના નિયમિત સેવનથી વાયુ ્ને ત્વચાના વિકાર દૂર થાય છે.લાલ તાંદળિયાની ભાજી એનિમિયમાં બહુ લાભદાયક છે. તેનો સોથી વધુ મોટો ગુણ દરેક ઝેરીલા તત્વોનું નિવારણ કરવાનો છે. ઊંદર, વીંછીનું ઝેર ચડી ગયુ ંહોય તો, તાંદળિયાના રસમાં અથવા તો તેની જડનો તાથો બનાવીતેમાં કાળામરીનો ભુક્કો ભેળવી પાવાની સલાહ આર્યુવેદમાં આપી છે.
નાના બાળકોને કબજિયાતની તકલીફ થા તેને બે-ત્રણ ચમચા તાંદળિયાની ભાજીનો રસ પીવડાવવો. પ્રસુતાને માટે પણ આ રસ ઉપયોગી મનાય છે.
તાંદળજાની ભાજીમાં સમાયેલા પેપ્ટાઇડસમાં કેન્સરના સેલ્સના વિકાસને રોકવાની ક્ષમતા છે. તેના એન્ટીઓક્સીડન્ટસ સેલસને ડેમેજ થતા બચાવે છે.
તાંદળજા લો કેલરી હોવાથી ેએક વખત સેવન કરવાથી ફક્ત ૧૩ કેલરી જ મળે છે. જેથી તેને ડાયેટ કરનારાઓ પોતાના આહારમાં પસંદ કરે છે. આ ઉપરાંત ડાયાબિટિસના દરદીઓ માટે પણ તે ગુણકારી છે. બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખે છે. તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં સમાયેલુ હોવાથી તે સ્નાયુઓને મજબૂત કરે છે.
એનિમિકથી પીડાતી વ્યક્તિઓએ તાંદળજાની ભાજીનું સેવન નિયમિત કરવું. આ સાથ ેપાલખનો સમાવશે પણ રોજિંદા આહારમાં કરવો.
તાંદલાજી ભાજીના સેવનથી દ્રષ્ટિ સુધરે છે. તેમાં વિટામિન એ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે.
તાંદળજામાં સમાયેલ લાઇસિન નામનો એક દુર્લભ એસિડ હોય છે જે શરીર દ્વારા ઉત્પાદિત થઇ સકતો નથી. આ એમિનો એસિડ કેલશિયમની ક્ષમતામાં સુધાર કરે છે અને વાળની જડને મજબૂત કરે છે, તેમજ તેનો કુદરતી રંગ જાળવી રાખે છે.
વાળને શેમ્પુ કર્યા બાદ સ્કેલ્પ પર તાંદળજાની ભાજીનો રસ લહાડવો અને ૧૦ મિનિટ બાદ ધોઇ નાખવું. અઠવાડિયામાં એક-બે વખત કરવું.
તેમાં સિવાય લાઇસીન એમિનો એસિડથી સર્જરી અથવા રમતથી થયેલી ઇજામાં જલદી સુધાર લાવે છે.
- સુરેખા