બજારની વાત .
બુ્રઅરે વિશાળકાય અજગરો વચ્ચે ઉજવ્યો બર્થ ડે
સોશિયલ મીડિયા પર જે બુ્રઅર વિશાળકાય અજગર વચ્ચે સૂઈને પોતાનો બર્થ જે મનાવતો હોય એવો વીડિયો વાયરલ થયો છે. કેલિફાર્નિયાની ફાઉન્ટેન વેલીમાં રેપ્ટાઈલ ઝૂ બનાવનારા બુ્રઅર અલગ અલગ રંગના અજગરો પર સૂઈને બોલી રહ્યા હોય એવા વીડિયોએ લોકોને દંગ કરી દીધા છે. બુ્રઅરે ૨૦૦૯માં બનાવેલા રેપ્ટાઈલ ઝૂમાં અલગ અલગ પ્રકારનાં ૬૦૦ જેટલાં સરિસૃપ પ્રાણી છે. વિશાળકાય અજગર અને મગરથી માંડીને નાના સાપ સુધીનાં પ્રાણીઓ સાથે બ્રુઅર રમત કરતો હોય એવા વીડિયો મૂકતો રહે છે. રેપ્ટાઈલ ઝૂની મુલાકાત લેનારાં લોકોને પણ અમુક પ્રાણીઓને પકડીને બેસવાની છૂટ છે. બુ્રઅર છેલ્લાં ૧૫ વર્ષથી ઝૂ ચલાવે છે પણ હજુ સુધી કોઈ અનિચ્છનિય ઘટના બની નથી.
બુ્રઅરના ઝૂમાં કુલ ૨૦ લોકોનો સ્ટાફ છે. બ્રુઅરે પોતાની ત્રણ દીકરીઓને પણ આ પ્રાણીઓની કાળજી લેવા માટે તૈયાર કરી દીધી છે.
યુપીના ઈદ્રીશપુરમાં બધાંનાં નામમાં રામ કે કૃષ્ણ
ઉત્તર પ્રદેશમાં ઈદ્રીશપુર નામનું અનોખું એવું ગામ છે કે જ્યાં દરેક વ્યક્તિના નામમાં શ્રી રામ કે શ્રી કૃષ્ણ છે. બાગપત જિલ્લામાં આવેલું ઈદ્રીશપુર દેશનું સૌથી ધાર્મિક ગામ મનાય છે.
ગામની કુલ વસતી ૨૨૦૪ લોકોની છે કે જેમાં ૧૨૧૫ પુકૂષ અને ૮૯૮ સ્ત્રી છે. આ તમામ લોકોનાં નામમાં ભગવાનનું નામ આવે જ છે. બીજી રસપ્રદ વાત એ છે કે, આખું ગામ શાકાહારી છે. ઉત્તર ભારતમાં હિંદુઓમાં પણ માંસાહારનો છોછ નથી પણ ઈદ્રીશપુર ગામની એક પણ વ્યક્તિ માંસાહાર કરતી નથી. ગામમાં દરરોજ સાંજે આરતી થાય છે કે જેમાં આખું ગામ હાજર રહે છે. દરરોજ રાત્રે ભજનકિર્તન થાય છે અને દર અઠવાડિયે રામચરિતમાનસનો પાઠ થાય છે.
ઈદ્રીશપુરનાં લોકો ગામને ભગવાન રામની ભૂમિ માને છે. રામભક્ત સંતોની જન્મભૂમિ હોવાના કારણે ગામમાં ધર્મમય માહોલ હોવાનું મનાય છે.
ગુજરાતી આખલાએ બ્રાઝિલને બનાવ્યું સમૃધ્ધ
બ્રાઝિલ દુનિયામાં પાંચમા નંબરનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે પણ મોટા ભાગનાં લોકોને ખબર નથી કે, બ્રાઝિલની આ સમૃધ્ધિ ગુજરાતના એક આખલાને આભારી છે. ભાવનગરના મહારાજા કૃષ્ણદેવસિંહે ૧૯૫૮માં બ્રાઝિલના સૌથી મોટા પશુપાલક કેલસો ગાર્સિયાને કૃષ્ણ નામના આખલાની ભેટ આપી હતી.
કેલસો ગાર્સિયાએ બ્રાઝિલમાં દૂધાળાં પશુઓની જાત સુધારવા માટે આખલાની શોધ કરવા નિષ્ણાતોને ભારત મોકલ્યા હતા. આ નિષ્ણાતો મહારાજાના તબેલાના આખલાઓની પ્રજનનક્ષમતાથી પ્રભાવિત થયા હતા. તેમણે વિનંતી કરતાં મહારાજાએ ઉદારતા બતાવીને શ્રેષ્ઠ આખલા કૃષ્ણની ભેટ આપી દીધી હતી.
અત્યારે બ્રાઝિલનાં દૂધાળાં પશુમાંથી ૮૦ ટકા પશુ કૃષ્ણની ઔલાદ હોવાનું મનાય છે. કૃષ્ણ ગીરનો આખલો હતો અને અત્યારે બ્રાઝિલની દૂધ આપતી ગાયોમાંથી ૮૦ ટકા ગાયો ગીરની છે. બ્રાઝિલે ક્રોસ બ્રિડિંગ દ્વારા કમાલ કરી અને ધીરે ધીરે દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં ટોચનો દેશ બની ગયો. કમનસીબે કૃષ્ણનું મોત એક આખલા સાથેની લડાઈમાં થયું હતું.
નોસ્ત્રાદામસની ત્રીજા વિશ્વયુધ્ધની આગાહી સાચી પડવા માંડી ?
સોશિયલ મીડિયા પર હમણાં ફ્રાન્સના મહાન ભવિષ્યવેત્તા નોસ્ત્રાદામસના આગાહીની ભારે ચર્ચા છે. નોસ્ત્રાદામસે આગાહી કરેલી કે, ૨૦૨૪ના અંતમાં ત્રીજા વિશ્વ યુધ્ધની શકૂઆત થશે. નોસ્ત્રાદામસની આગાહી પ્રમાણે, બીજા વિશ્વ યુદ્ધના ૭૯ વર્ષ પછી ત્રીજા વિશ્વ યુદ્ધની શકૂઆત થશે. બીજું વિશ્વયુધ્ધ ૧૯૪૫માં પુકૂં થયું હતું તેથી ૭૯ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. નોસ્ત્રાદામસની સંખ્યાબંધ આગાહીઓ સાચી પડી છે તેથી આ આગાહી પણ સાચી પડશે એવું મનાય છે.
હાલમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. લેબેનોનમાં ઈઝરાયલના પેજર એટેક પછી મિડલ ઈસ્ટમાં પણ યુધ્ધ ઉગ્ર બનવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા સહિતના દેશો રશિયા સામેના યુધ્ધમાં જોડાય એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. આ બધું જોતાં બે-ત્રણ મહિનામાં બીજા દેશો પણ યુધ્ધમાં જોડાય અને વિશ્વયુદ્ધ થવાની શક્યતા નકારી ના શકાય એવી આગાહી કરાઈ રહી છે.
મંદિરમાં ચોરી કરનારે ૨૦ લાખ પાછા આપી લખ્યો પત્ર
ક્ષમા કોઈ પણ માણસને બદલી શકે છે એવું કહેવાય છે. દક્ષિણ કોરીયાના જિયાંગસેન્ગ પ્રાંતમાં આ વાતને સાચી કરત ઘટની બની ગઈ. આ પ્રાંતના પૌરાણિક ટોંગડો ટેમ્પલને હમણાં ૨૦ લાખ વોન (લગભગ કૂપિયા ૧.૨૫ લાખ)નું દાન મળ્યું. આ દાન સાથે એક ચિઠ્ઠી પણ હતી. આ ચિઠ્ઠીમાં યુવકે લખેલું કે, પોતે બહુ જલદી પિતા બનવાનો છે તેથી મંદિરના એક વરસો જૂના પૂજારી આવનારા બાળકને આશિર્વાદ આપે. એ પછી યુવકે જે લખેલું એ સાંભળીને બધાં લોકો ભાવુક થઈ ગયાં. યુવકે લખેલું કે, ૧૯૯૭માં તેણે મંદિરની દાનપેટીમાંથી રકમ ચોરી હતી પણ આ પૂજારીએ તેને ઝડપી લીધેલો. પૂજારીએ પોલીસ કે તેનાં માતા-પિતાને કહેવાના બદલે તેના ખભે હાથ મૂકીને આંખો બંધ કરીને ભગવાનના પ્રાર્થના કરી. આ ઘટનાએ યુવકની જીંદગી બદલી નાંખી ને એ પછી તેણે જીંદગીમાં કદી ચોરી ન કરી ને એક સરસ જીંદગી જીવે છે.
ખિસ્સામાં રહેલી ઈ-સિગારેટે જીવ બચાવી લીધો
દીવાર ફિલ્મમાં અમિતાભ બચ્ચનની છાતીમાં ગોળી વાગે છે પણ ખિસ્સામાં મૂકેલો ૭૮૬ નંબરનો બિલ્લો તેનો જીવ બચાવે છે. મેક્સિકોના સિનાલોઓમાં બનેલી આવી જ એક ઘટનામાં એક વ્યક્તિને ઈલેક્ટ્રોનિક સિગારેટ એટલે કે વેપે બચાવી લીધો. આ યુવક પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યાં અચાનક રોડ પર જ પોલીસ અને ડ્રગ્સ માફિયા વચ્ચે ગોળીબાર શકૂ થઈ ગયો. બંને બાજુથી થઈ રહેલા ગોળીબારથી બચીને યુવક માંડ માંડ જીવ બચાવીને ભાગતો હતો ત્યાં એક ગોળી આવીને સીધી તેની છાતીમાં વાગી. યુવકને લાગ્યું કે, પોતે પતી ગયો પણ છતાં તેણે હિંમત કરીને ડ્રાઈવિંગ ચાલુ રાખ્યું. છેવટે એક કાર વોશ સ્ટોર પાસે જઈને એ ઉભો રહ્યો ને તપાસ્યું તો ખબર પડી કે, તેની ઈ-સિગારેટમાં ગોળી ઘૂસી ગઈ હતી. યુવકે પોલીસને ઈ-સિગારેટમાં ઘૂસેલી ગોળી બતાવી ત્યારે પોલીસ પણ તેનું નસીબ જોઈને દંગ રહી ગઈ.