ગુજરાત સમાચારનો AI સજત દિવાળી વિશેષાંક
- ભારતીય અખબાર જગતમાં ઐતિહાસિક પહેલ
ગુજરાતી સાહિત્ય અને સમાચાર પત્રના ઈતિહાસમાં પ્રથમવાર એક ગૌરવપ્રદ ઘટના ઐતિહાસિક સાક્ષી બનવા જઈ રહી છે. આજકાલ આટફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ.આઇ. ખૂબ જ ચર્ચામાં છે. હવે લેખકો અને પત્રકાર એઆઈનો ઉપયોગ કરવાનું શરૂઆત કરી રહ્યા છે ત્યારે, ગુજરાત સમાચાર આટફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ.આઇ. વડે સજત દિવાળી વિશેષાંક, વાચકોને ભેટ આપી રહ્યું છે. ગુજરાતી ભાષામાં એક આખા વિશેષાંકની સંપૂર્ણ સામગ્રી એટલે કે લખાણ અને ફોટોગ્રાફ- ઈમેજ સંપૂર્ણપણે AI દ્વારા સર્જન કરવામાં આવેલ છે. ગુજરાતી ભાષામાં અને કદાચ ભારતની અન્ય ભાષાઓમાં પણ, એક આખો દિવાળી વિશેષાંક સંપૂર્ણ પણે એ.આઇ.નો ઉપયોગ કરીને બન્યો હોય, તેવી આ પ્રથમ ઘટના હશે. વાચકોને હંમેશા કંઈક નવું આપવાના ધ્યેયમાં ગુજરાત સમાચાર હંમેશા અગ્રેસર રહ્યું છે.
આ દિવાળી વિશેષાંકની ખૂબી એ છે કે હાલમાં ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ એ.આઇ.ના ફ્રી મળતા ટુલ્સ અને વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષાંકમાં કોઈ પણ પ્રોફેશનલ એઆઇ સોફ્ટવેર વાપરવામાં આવ્યું નથી. દિવાળી વિશેષાંકમાં કેવા પ્રકારના લેખનો સમાવેશ કરવો, લેખનું લખાણ કેવું હોવું જોઈએ? આ બધા જ પ્રશ્નોના જવાબ, એ આઈ પાસેથી મેળવીને, તેણે આપેલા નિર્દેશ મુજબ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. વાચકોને ખાસ માહિતી મળે તે માટે, દરેક પૃ ઉપર, આઈ દ્વારા કેવી રીતે લેખની સામગ્રી અને ફોટોગ્રાફ તૈયાર કરવામાં આવ્યા છે, તેને લગતી માહિતી- પ્રોમ્ટ આપેલ છે. માહિતી / ઈમેજ ક્યા એ.આઈ. ટુલ્સ વડે તૈયાર કરવામાં આવી છે, તે પણ દર્શાવવામાં આવ્યું છે.
અંકના લખાણમાં શીર્ષક, પેટા શીર્ષક, વગેરે એ.આઇ. દ્વારા જ આપવામાં આવેલ છે. જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ નથી. તેથી સંભવ છે-ક્યાંક એક જ શબ્દનું પુનરાવર્તન થયું હોય. લેખની રચનામાં વાક્યરચનાથી માંડીને વ્યાકરણ સુધી, એઆઈ દ્વારા જે માહિતી આપવામાં આવેલ છે, તે હતી તેમને તેમ રાખવામાં આવી છે. માત્ર શબ્દ શુદ્ધિ એટલે કે શબ્દ વાક્ય સાથે મેળ બેસે તેવો નજીવો ફેરફાર જેમકે-મારુ / મારી / મારો, હતો / હતી / હતું વગેરે કેટલીક જગ્યાએ કરવામાં આવ્યો છે. આવા ફેરફારની સંખ્યા પણ આખા વિષયમાં એક ટકાથી પણ વધારે નથી.
આ વિશેષાંકની લેખન સામગ્રી માટે, ઓપન એ.આઈ કંપનીના ચેટ-જીપીટી અને googleના જેમીનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેટા કંપનીના Llmaઅને માઈક્રોસોફ્ટ કંપનીના કો-પાયલટની પણ, ચકાસણી કરવામાં આવી હતી. મોટાભાગના આટફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ.આઇ. ટુલ્સ , સામાન્ય રીતે અંગ્રેજી ભાષાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જે વિશ્વની અન્ય ભાષામાં પણ ધીરે ધીરે ડીપ લનગ વડે આગળ વધી રહ્યા છે. મેટા કંપનીના Llma પાસે ગુજરાતી ભાષાની સજ્જતા ન હોવાથી, તેણે પ્રતિભાવ આપવાની અસમર્થતા બતાવી હતી. જ્યારે માઈક્રોસોફ્ટ કંપનીના કો-પાયલટ પાસે ગુજરાતી ભાષાની સજ્જતા સંપૂર્ણ વિકસી ન હોવાથી તેની રચનાઓમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળી હતી. જેના કારણે Llma અને કો-પાયલટનો ઉપયોગ વિશેષાંકમાં કરવામાં આવેલ નથી.
ઈમેજ જનરેટર એઆઈ પાસે ગુજરાતી ભાષાની સજ્જતા અને પ્રભુત્વ ન હોવાથી ફોટોગ્રાફ તૈયાર કરવા માટે અંગ્રેજી promptનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ફોટોગ્રાફ- ઈમેજના સર્જન માટે, ચેટ જીપીટી પાસે જ, વિવિધ વિકલ્પ માગવામાં આવ્યા હતા. આ વિકલ્પ ઉપર ચેટ જીપીટીએ પોતે જ, prompt તૈયાર કરી આપ્યા હતા. ત્યારબાદ આ પ્રોમ્પ્ટનો ઉપયોગ, ઈમેજ તૈયાર કરનાર એ.આઈ. ટુલ્સ જેવા કે નાઈટ કાફે, ફ્રી-પીક એઆઈ, bing AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશા રાખીએ છીએ કે ગુજરાત સમાચારના વાચકોને નવા વર્ષની આટફિશિયલ ઈન્ટેલિજન્સ એઆઈ દ્વારા સજત વિશેષાંક પસંદ આવશે. ભવિષ્યમાં પણ આ પ્રકારના વિશેષાંક આપને મળતા રહેશે. સૌ વાચકોને દિવાળીની શુભકામનાઓ અને નુતન વર્ષાભિનંદન.