વડોદરામાં ગાજરાવાડી આરસીસી રોડ પર મોડી રાત્રે યુવક પર તેના મિત્રોએ હુમલો કર્યો
- ગાજરાવાડી આરસીસી રોડ પર મોડી રાત્રે બે મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલા ચાલી થતા મારામારી થઈ હતી
વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર
બરાનપુરા પેટ્રોલ પંપની સામે સંકેત રેસીડેન્સીમાં રહેતો યશ ઠાકોરભાઈ સોલંકી ઢોલ ત્રંસા વગાડવાનું કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત ત્રીજી તારીખે રાત્રે 12:30 વાગે હું મારું લઈને વાઘોડિયા રોડ બીમાર ત્રણ રસ્તા પાસે આવેલી સ્ટોલ પર ચા પીવા માટે ગયો હતો ત્યાંથી હું મારા ઘરે પરત આવતો હતો. તે દરમિયાન ગાજરવાડી તરફ મારા મિત્ર માનવ વણઝારાએ કાળકા માતાના મંદિર નજીકમાં બૂમ પાડતા મોપેડ ઉભુ રાખ્યું હતું. મારી સાથે માનવ વણઝારા મજાક મસ્તી કરવા લાગ્યો હતો. મસ્તીમાં તેને મને કહ્યું હતું કે હું કોણ છું તને ખબર નથી હું વણજારા જ્ઞાતિનો છું તમારી જ્ઞાતિની છોકરીને અમે લાવીએ પણ નહીં.. જેથી મેં તેને જવાબ આપ્યો હતો કે તું આવું કેમ બોલે છે પછી મજા નહીં.. આવે મારી વાત સાંભળીને તે ઉશ્કેરાઈ ગયો હતો અને કમરમાંથી પટ્ટો કાઢી મને ગાળો બોલી પટ્ટા વડે માર મારવાનું ચાલુ કર્યું હતું. તેનો મિત્ર પણ મને માર મારવા લાગ્યો હતો. આજે તો તને જીવતો જવા દેવો નથી તેમ કહી હુમલો કરતા આજુબાજુથી બીજા છોકરા દોડી આવ્યા હતા. માનવે મને માર મારતા હું નીચે પડી ગયો હતો અને બીજા છોકરાઓ એ પણ મને માર માર્યો હતો. આ વખતે મારો iphone ટુટી ગયો હતો. મેં બૂમાબૂમ કરતા આજુબાજુથી માણસો દોડી આવ્યા હતા અને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો. મારી આંખ, માથા, ખભા, પીઠ અને ડાબા પગની જાંઘ પર ઈજા હતી. કોઈ છોકરાએ મારી ગાડી ચાલુ કરી આપતા હું દોઢ વાગે મારા ઘરે આવ્યો હતો.