Get The App

ત્રણ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખી યુવકની પીઠમાં ખંજર ભોકી દીધું

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
ત્રણ વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખી યુવકની પીઠમાં ખંજર ભોકી દીધું 1 - image


Vadodara Crime News : વડોદરા નવીધરતી ખાતે રહેતો યુવક આજવા રોડ પર લગ્નમાં ઇવેન્ટ ડેકોરેશનની કામ કરવા માટે ગયો હતો. સોસાયટીના ગેટ પાસે ઉભો રહી વાત ફોન પર વાત કરતો હતો તે દરમિયાન જુની અદાવતે એક શખ્સે પાછળથી ચાકુથી હુમલો કર્યો હતો. લોકો ભેગા થઇ જતા હુમલાખોર ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

વડોદરા શહેરના નાગરવાડા જીવન સાધના સ્કૂલ પાસે નવીધરતીમાં રહેતા જતીનભાઈ નીકુલભાઈ સોલંકીએ કારેલીબાગ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 9 મેના રોજ મને મારા કાકા મોહનભાઈ દશરથભાઈ સોલંકીએ ફોન કરીને મને આજવા રોડ પરની શુભ લક્ષ્મી સોસાયટી ખાતે એક લગ્ન પ્રસંગ છે જેથી લગ્નમાં ઇવેન્ટ ડેકોરેશનના માટે છોકરાઓની જરૂર છે. જેથી તું આવી જા અને તારા મીત્રોને લઈ આવજે. જેથી હું મારા મિત્રો આયુશ, વિવેક, સુજલ તથા મેહુલ નાઓ સાથે શુભ લક્ષ્મી સોસાયટી ખાતે ગયા હતા. અમે લગ્નમા ડેકોરેશનનું કામ કરતા હતા ત્યારે મારા મિત્ર અમિતનો ફોન આવ્યો હતો. જેથી હું શુભલક્ષ્મી સોસાયટીના ગેટથી થોડેક અંદર મારી બાઈક પર બેસી ફોનમાં વાતચીત કરતો હતો દરમ્યાન રાત્રીના દસ વાગ્યાના સુમારે ભાવીન રાજેશભાઇ પરમાર જેની સાથે મારે ત્રણ વર્ષ પહેલા ડી.જે. મા નાચવા બાબતે તકરાર થઇ હતી. તેની બહેન નામે નંદનીબેન નાની સાથે મારે ઈસ્ટાગ્રામથી મીત્રતા થતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોય તે બાબતે પણ ભાવીને મને ઠપકો આપ્યો હતો. ત્યારે આ  જુની ઝઘડાની અદાવત રાખી ભાવીન પાછળ આવી ચપ્પુ મને પીઠના પાછળના ભાગે મારી દેતા હું નીચે પડી ગયો હતો. આજુબાજુના લોકો બંગા થઈ જતા ભાવીન ભાગી ગયો હતો  મારા મિત્રોએ મને  સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે ખસેડ્યો હતો.


Google NewsGoogle News