વડોદરામાં કિશનવાડીના યુવક અને હાલોલની મહિલાનું ATM કાર્ડ બદલી ઠગોએ ખાતામાંથી 98 હજાર ઉપાડી લીધા
image : Freepik
- શહેરમાં એટીએમ કાર્ડ નજર ચુકવી બદલી નાખ્યા બાદ છેતરપિંડી આચરતી ટોળકી સક્રિય બની
વડોદરા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરમાં એટીએમ કાર્ડ બદલી નાખીને રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડી આચરતી ટોળકી બિન્દાસ્ત રીતે ફરી રહી છે. ગતરોજ પાણીગેટ એક આધેડને શિકાર બનાવ્યો હતો ત્યારે વધુ લોકોએ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યો છે. જેમાં કિશનવાડીના યુવક અને હાલોલની મહિલાનું એસએસજી હોસ્પિટલ પાસેના એટીએમમાં ડેબિટકાર્ડ કાર્ડ બદલી નાખી ઠગોએ રૂ.98 હજાર રૂપિયા તેમના ખાતામાંથી ઉપાડીને છેતરપિડી કરી હતી. જેથી બંનેએ રાવપુરા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલી અંજલી સોસાયટીમાં રહેતા નિલેશભાઇ રમેશભાઈ કહારે પોલીસ ફરીયાદ નોંધાવી છે કે જમણા હાથમાં ઓપરેશન કરેલુ હોઈ જેના ટાંકા તોડાવવા માટે ગત તા.18/11/2023 ના રોજ એસ.એસ.જી હોસ્પીટલ સામે આવેલ બરોડા હોસ્પીટલમાં જવાનું હોવાથી હું તથા મારા પત્ની વર્ષાબેન સાથે મોપેડ લઈ બરોડા હોસ્પિટલમાં જવા નિકળ્યા હતા. અમે એસ.એસ.જી હોસ્પીટલની પાસે આવેલાએ.ટી.એમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા જ્યાં ડેબિટ કાર્ડ સઇને હું રૂપિયા ઉપાડવા માટે જતા મશીનના સ્ક્રીન ઉપર વિડ્રોલનું ઓપ્શન નહી આવતા આ એ.ટી.એમ.મા એક અજાણ્યો ઇસમ ઉભો હતો તેને મે કહ્યું હતું કે આ એ.ટી.એમ મશીનમાં સ્ક્રીન ઉપર વિડ્રોલનુ ઓપ્શન કેમ આવતુ નથી. તેમ કહેતા આ શખ્સે જણાવ્યું હતું કે લાવો હું તમને હેલ્પ કરી આપુ. જેથી આ શખ્સે .ટી.એમની સ્ક્રીન ઉપર ઉપર ક્લીક કરીને મને તમારા મોબાઇલમાં એક ઓટીપી મેસેજ આવશે તે નાખવો પડશે. જેથી મે મારી પત્ની પાસે મોબાઇલ પર આવેલો ઓ.ટી.પી. મેસેજ લેવા બહાર ગયો હતો અને ઓટીપી લઈને પરત આવતા તેણે ઓટીપી નાખી દેજો એટલે તમારા રૂપિયા વિડ્રોલ થઇ જશે તેમ કહી એ.ટી.એમ.માંથી બહાર નિકળીને જતો રહ્યો હતો. ત્યાર બાદ મે એ.ટી.એમ. માં ઓ.ટી.પી નાખી રૂપિયા ઉપાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપિયા ઉપડ્યા ન હતા. જેથી મેં અમારુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ મશીનમાંથી બહાર કાઢી જોતા તે ડેબીટકાર્ડ ઉપર અજમેરી મોહમદ અફ તાબસાલનું નામનુ જણાયું હતું. જેથી આ શખ્સ મારુ કાર્ડ બદલી બીજાનું ડેબીટ કાર્ડ આપી જતો રહ્યો હતો. થોડીવારમાં મારા મોબાઇલમાં 18,000 રૂપિયા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી આ શખ્સે નજર ચુકવી મારું ડેબિટ કાર્ડ બદલીને છેતરપિંડી કરી છે.
તે જ રીતે આ ટોળકીએ હાલોલ ખાતે રહરેતા વિનાબેન કમલેશ રાઠવાને પણ શિકાર બનાવ્યા હતા. મહિલા એસએસજી હોસ્પિટલ પાસેના એટીએમાં રૂપિયા ઉપાડવા ગયા ત્યારે ત્યાં હાજર એક શખ્સે મહિલાનું કાર્ડ બદલી નાખ્યું હતું ત્યારબાદ મહિલા ખાતામાંથી રૂ.40 હજાર ઉપાડી ઠગાઇ હતી. જેથી મહિલાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.